અમદાવાદ,તા.૨૮
એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે. તો બીજી તરફ મોંઘવારી પણ દિવસે-દિવસે વધી રહી છે. આ વચ્ચે શુક્ર્‌વારે એટલે કે આજે ફરી પેટ્રોલ- ડીઝલના ભાવમાં વધારો થયો છે. હાલ પેટ્રોલ-ડીઝલ બંનેના ભાવ વિક્રમ સપાટીએ પહોંચી ગયા છે. સતત ૧૫માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ શાકભાજીનાં ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.
ભાવ વધારાને મામલે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ સાથે જ વાહનચાલકો ભાવ ઘટાડવાની માગ કરી રહ્યા છે. શુક્રવારે પેટ્રોલના ભાવમાં ૨૩ પૈસા અને ડીઝલના ભાવમાં ૩૧પૈસાનો વધારો થયો છે. આ સાથે જ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ૯૦.૭૦ થયો છે. જયારે ડીઝલનો ભાવ ૩૧ પૈસા વધીને ૯૧.૧૦ થયો છે. તો બીજી તરફ શાકભાજીના ભાવમાં પણ વધારો થઈ ગયો છે. જે શાકભાજી એક મહિના પહેલા જે ભાવમાં મળતા હતા તે ભાવમાં ૩૦થી ૪૦ ટકાનો વધારો થઈ ગયો છે. એક બાજુ કોરોનાની મહામારી અને ભાવ વધારાની સ્થિતિમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. નોંધનીય છે કે, તાઉ-તે વાવાઝોડાને કારણે શાકભાજી અને બાગાયતી પાકોને મોટું નુકસાન થયું છે. જેને કારણે શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો ઝિંકાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here