પગમાં ચપ્પલ નહીં ચહેરા પર કોઈ હાવભાવ નહીં પણ હાથમાં પદ્મશ્રી : હરેકલા હજબ્બાની સાદગીને સલામ

0

(અબરાર એહમદ અલ્વી)

પગમાં ચપ્પલ નહીં ચહેરા પર કોઈ હાવભાવ નહીં પણ હાથમાં પદ્મશ્રી. હરેકલા હજબ્બાને મળો, તે મેંગ્લોરમાં 20 વર્ષથી નારંગી વેચે છે. રોજની 150 રૂપિયાની કમાણીમાંથી તેમણે પ્રાથમિક શાળા બનાવી. પદ્મશ્રી હરેકલા હજબ્બા જણાવે છે કે, “એક વિદેશીએ મને નારંગીની કિંમત પૂછી અને હું સમજી શક્યો નહીં. તે દિવસે મેં શાળા બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.” કર્ણાટકના દક્ષિણ કન્નડના ન્યુપાડાપુ ગામના રહેવાસી હજબ્બાએ તેમના ગામમાં શાળા ખોલવાનું નક્કી કર્યું. તેમણે પોતાના જીવનની મૂડી આ કામમાં લગાવી દીધી. આ
હજબ્બાને ભારતનું ચોથું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું. પોતે ભણવામાં અસમર્થ હોવાથી તેમણે ફળો વેચીને શાળા ખોલી જેથી ગામના બાળકો ભણી શકે. કર્ણાટકના ફળ વેચનાર હરેકલા હજબ્બા માટે આ પદ્મશ્રી એવોર્ડ છેલ્લી હરોળમાં ઉભેલી વ્યક્તિના સન્માનની વાત છે. સલામ હજબ્બા સાહેબ તમારી ઈચ્છાશક્તિ અને નિર્ણયશક્તિને.. આદરભાવ સાથે વંદન….. સાદગી ને સલામ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here