ન્યૂયોર્કમાં એક સોનાના સિક્કાની ૧૩૮ કરોડમાં હરાજી થઇ

0

ન્યૂયોર્ક
આજ-કાલ જૂની નોટ, સિક્કાનું ચલણ ખૂબ જ ઝડપથી વધ્યું છે. તેમાં તમે રાતો રાત લાખોપતિ, કરોડપતિ બનવાનો ચાન્સ બની રહે છે. જાે તમને જૂના સિક્કા સંગ્રહ કરવાનો શોખ છે તો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આજે અમે તમને એક એવા સિક્કા અંગે જણાવીએ છીએ કે જેને ખરીદવા માટે ૧૩૮ કરોડ રૂપિયાની બોલી લાગી. તો આવો જણાવીએ વિગતે રોયટર્સના મતે અમેરિકાના ન્યૂયોર્કમાં લગભગ ૨૦ ડોલર એટલે કે ૧૪૦૦ રૂપિયાના સિક્કાની આટલી મોટી હરાજી થશે તેનો અંદાજાે પણ લગાવવો મુશ્કેલ છે. જાેવામાં સાધારણ સોનાના સિક્કાની હરાજીની રકમ પણ વધતી ગઇ. આ સોનાનો સિક્કો ૧૩૮ કરોડ રૂપિયામાં નીલામ થયો.

રોયટર્સના રિપોર્ટ પ્રમાણે એક દુર્લભ ટિકિટ પણ ૬૦ કરોડમાં નીલામ થઇ. રિપોર્ટના મતે આ સોનાનો સિક્કો ૧૯૩૩માં બન્યો હતો. જેની બંને બાજુ ઇગલની આકૃતિ હતી. આ સિક્કાની એકબાજુ ઉડતું ગરૂડ છે તો બીજી બાજુ આગળ વધતા લિબર્ટીની આકૃતિ છે. આ સિક્કો શૂ ડિઝાઇનર અને કલેકટર સ્ટુઅર્ટ વીટસમેન દ્વારા વેચાયો છે. જાે કે આ સિક્કો કોણે અને કેમ ખરીદ્યો તેનો કોઇ ખુલાસો કરાયો નથી.

કાયદાકીય રીતે ડબલ ઇગલનો આ સિક્કો અત્યાર સુધી ખાનગી હાથોમાં હતો. એવી સંભાવના વ્યકત કરાય રહી હતી કે Sotheby auctionમાં નીલામ કરાયેલ આ સિક્કો ૭૩ કરોડથી ૧૦૦ કરોડની વચ્ચે વેચાય શકે છે પરંતુ મંગળવારના રોજ જ્યારે નીલામી શરૂ થઇ તો હરાજીએ બધાના હોંશ ઉડાડી દીધા. જાેત જાેતામાં જ આ સિક્કાની કિંમતે કરોડોમાં પહોંચીને રેકોર્ડ કાયમ કરી દીધો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here