ના હોય / અહીં અચાનક વેચાવા લાગ્યો 15 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ, ટાંકી ફુલ કરાવવા માટે લાગી લોકોની ભીડ

0

મેનેજરની ભૂલને કારણે 135 રૂપિયા પ્રતિ લીટર વેચાતું પેટ્રોલ અચાનક 15 રૂપિયામાં વેચાવા લાગ્યું

કેલિફોર્નિયા,

જ્યારે લોકો પેટ્રોલની વધતી કિંમતોથી ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે તમને માત્ર 15 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ મળવાનું શરૂ થાય તો કેવુ રહેશે? આ વાર્તા કોઈ ફિલ્મની નથી. પરંતુ બુધવારે એક પેટ્રોલ પંપ પર પણ આવો જ નજારો જોવા મળ્યો હતો. જ્યાં અચાનક પેટ્રોલની કિંમત 135 રૂપિયા પ્રતિ લીટરથી ઘટીને માત્ર 15 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ. થોડી જ વારમાં પેટ્રોલ પંપ પર ટાંકી ભરવા લોકોની ભીડ જોવા મળી. હકીકતમાં મામલો એ હતો કે સંબંધિત પેટ્રોલ પંપ પર ફરજ બજાવતા મેનેજરની ભૂલને કારણે 135 રૂપિયા પ્રતિ લીટર વેચાતું પેટ્રોલ અચાનક 15 રૂપિયામાં વેચાવા લાગ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે મેનેજરના કારણે પેટ્રોલ પંપને થોડા જ કલાકોમાં 12.5 લાખ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું.

હકીકતમાં આ ઘટના અમેરિકાના ઉત્તર કેલિફોર્નિયા શહેરની છે. અહીં ફરજ પરના મેનેજર જ્હોન સેસિનાએ પેટ્રોલ પંપના મીટર રીડિંગમાં ખોટી જગ્યાએ ડેસિમલ નાખ્યો હતો. આ કારણથી ત્યાં પેટ્રોલ 501 રૂપિયા પ્રતિ ગેલન વેચાવા લાગ્યું. તેમની આ ભૂલને કારણે લોકોને 50 લિટરની ટાંકી ભરવા માટે માત્ર 750 રૂપિયા ચૂકવવા પડ્યા, જ્યારે તેની કિંમત લગભગ 6750 રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ઘણા પેટ્રોલ પંપ પર સેલ્ફ સર્વિસની સિસ્ટમ છે જ્યાં લોકો જાતે પેટ્રોલ ભરે છે.

મેનેજરની હકાલપટ્ટી

પેટ્રોલ પંપ પર તૈનાત મેનેજરની આ ભૂલને કારણે મેનેજર જ્હોન સિસીનાને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. તેની ભૂલનો 200થી વધુ લોકોએ ફાયદો ઉઠાવ્યો અને કંપનીને 12.5 લાખ રૂપિયાનું નુકસાન થયું. મીડિયા અહેવાલ મુજબ જ્હોને કબૂલ્યું હતું કે મેં તમામ પ્રાઇસની લિસ્ટ જાતે મૂકી છે. હું સંમત છું કે આ મારી ભૂલ છે. જ્હોને જણાવ્યું કે તે એ વાતથી ચિંતિત છે કે પેટ્રોલ પંપના માલિક આ નુકસાનની ભરપાઈ કરવા માટે તેના પર કેસ ન કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here