કોરોના કાળમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરનારા ફ્રન્ટલાઇન યોદ્ધા આરોગ્યકર્મીઓની જેમ જ કોરોનાગ્રસ્ત મૃતદેહોના અગ્નિ સંસ્કાર કરનારા નવસારીના વિરાવળ સ્મશાન ગૃહના ડાઘુઓને તંત્ર સન્માન આપવાથી દૂર રહ્યું છે, ત્યાં જ ફ્રન્ટલાઇન કોરોના યોદ્ધા ન ગણી વેક્સિનથી દૂર રાખતા સ્મશાન ગૃહના સંચાલકો અને ડાઘુઓમાં રોષ જાેવા મળી રહ્યો છે. નવસારીમાં ૬ ડાઘુઓ કોરોના દર્દીઓને અગ્નિદાહ દે છે. હાલમાં બીજાે તબક્કો ચાલી રહ્યો છે ત્યારે આ ડાઘુઓનો ચોથા તબક્કામાં વેક્સિનેશન થવાની શક્યતા છે

કોરોના મહામારીમાં માનવજાતને બચાવવા માટે આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા ડોક્ટરોથી માંડીને પેરામેડીકલ સ્ટાફ તેમજ વૈજ્ઞાનિકો રાતદિવસ જાેયા વિના કાર્યરત રહ્યા હતા. જેથી કોરોના રસી આવતા જ આરોગ્યકર્મીઓને ફ્રન્ટ લાઇન કોરોના યોદ્ધાઓને ગણીને પ્રથમ રસી આપવમાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here