Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ધોમધખતી ગરમીમાં હીટ વેવ, લુ વગેરેથી બચવા આ વાતોનો રાખો ખાસ ખ્યાલ

દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું

નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ તડકામા ફરવુ નહિ

ઉનાળાની ધોમધખતી ગરમીમાં સનસ્ટ્રોક, લુ લાગવી કે હીટ વેવની આરોગ્ય પર અસર ન થાય એ માટે ખાસ કાળજી રાખવાની આવશ્યકતા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જિલ્લા પંચાયત, દાહોદ દ્વારા આ માટે કેટલાંક અસરકારક સૂચનો અપાયા છે. જેનું નાગરિકો ધ્યાન રાખીને હીટવેવ, લુ વગેરેથી બચી શકે છે. 

લૂ લાગવા (Sun Stroke)ના કેસોમા સામાન્ય રીતે શરીરનુ તાપમાન ખુબ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઉંચુ હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે. જેના કારણે શરીરનુ તાપમાન ઘટી શકતુ નથી. જે વ્યક્તિના આરોગ્ય પર વિપરિત અસરો કરે છે, આ અસરોમાં, શરીર અને હાથ પગમા અસહ્ય દુખાવો થવો, ખુબ તરસ લાગવી, ગભરામણ થવી, ચક્કર આવવા, શ્વાસ ચઢવો, હ્રદયના ધબકારા વધી જવા જેવા લક્ષણો જોવા મળે છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમા મજુરી કરીને જીવન ગુજારતા મજુરોમા સન સ્ટ્રોકની વધુ અસરો થવાની શક્યતા રહે છે, અને ક્યારેક તે જીવલેણ પણ સાબિત થાય છે.

સન સ્ટ્રોક (લુ)થી બચવા નાગરિકોએ આ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. જેમાં ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવુ, ઉનાળાની ઋતુ દરમ્યાન ખુલતા, સફેદ, સુતરાઉ કાપડ પહેરવા જોઈએ, નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ તડકામા ફરવુ નહિ, દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું, શક્ય હોય તો લીંબુનુ શરબત બનાવીને પીવુ જોઈએ, ભીના કપડાથી માથુ ઢાંકી રાખવુ અને જરૂર જણાય અવાર નવાર ભીના કપડાંથી શરીર લુછવુ, ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવુ, માથાનો દુખાવો, બેચેની, ચક્કર, ઉબકાં કે તાવ આવે તો તુર્ત જ નજીકના દવાખાના/પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમા ડોક્ટરની સલાહ-સારવાર લેવી જોઇએ.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *