અમદાવાદ,


ઉત્તરાયણના પર્વ દરમિયાન ચાઈનીઝ સહિતની ઘાતક દોરીઓથી દર વર્ષે અનેક પશુ પક્ષીઓ અને માનવીઓના જીવ જતા હોય છે. ખાસ કરીને રસ્તા પર દ્વિચક્રી વાહન લઈને પસાર થતા વાહનચાલકો માટે આ દોરીઓ દર વર્ષે હજાર લોકોને ઘાયલ કરે છે, અથવા તો કેટલાક તો મોતને ભેટે છે. આથી વાહનચાલકોને આવા કમકમાટી ભર્યા મોતથી અને ગંભીર રીતે ઇજા થવાથી બચવા વાહનચાલકો ખાસ કરીને સ્કુટર અને બાઈક ચાલકો પોતાના વાહન આગળ સળિયાનો યુ-ગાર્ડ ફીટ કરાવતા હોય છે. આથી રાયખડના સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીએ પણ વાહનચાલકોને આવા જીવલેણ અકસ્માતથી બચાવવા મંગળવારના રોજ યુ- ગાર્ડનુ મફતમાં વિતરણ કર્યું હતું. જેનો અનેક લોકોએ લાભ લીધો હતો. જેમાં સામાજીક કાર્યકર ફૈયાઝ ખાન પઠાણ, જાવેદ સાકીવાલાનો પૂરતા સહયોગ મળ્યો હતું. લોકોને ચાઈનીઝ દોરીથી બચવા પ્રોત્સાહન પૂરું પડ્યો હતો. ઉમ્મત ફાઉન્ડેશનના ચેરમેન સલીમ મુનસી પણ હાજર રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here