Safeer News

Breaking News from Ahmedabad

કોરોના મારૂ મંતવ્ય

દેશમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કઈ સ્થિતી…? દેશમાં શોકજનક છાયાના ઓછાયા…..!


દેશમાં બહુ જ ગંભીર રીતે કોરોનાના મોતના ખપ્પરમાં હજારો માનવ જીવો પહોંચી ગયા છે. અત્યારના સમયમાં અનેકોએ નજીકના સ્વજનોને ગુમાવ્યા છે તો આસપાસના કે શેરી-મહોલ્લાના કે જે તે સમાજના ઘરોમાંથી કોરોનાના મોતના ખપ્પરમાં પહોંચી ગયાના દુઃખદ સમાચાર સાંભળવા મળે છે. રાજ્યના મહાનગરો, નાના-મોટા શહેરોમાં કોઈ સોસાયટી, એપાર્ટમેન્ટ કે વસાહતો બાકી નહીં હોય કે જ્યાં કોરોના એ પોતાની ચપેટમાં લોકોને લીધા નહીં હોય. દરેક વ્યક્તિના સગા સંબંધી કે મિત્ર એમ કોઈને કોઈ તો કોરોનાની ચપેટમાં આવી જ ગયા છે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી સારવાર વ્યવસ્થા સામે આમ પ્રજામાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. વધુ ઓક્સિજન ઉત્પાદન કરતા ગુજરાત રાજ્યના ઓક્સિજનની વ્યવસ્થા કરવાની સત્તા કેન્દ્ર પાસે છે઼… અને આવા સમયમાં જ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ઓક્સિજનની અછત સર્જાવાના કારણે સેંકડો કોરોના સંક્રમિતો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. ત્યારે આમ પ્રજામાં સવાલો ઉદભવવા પામ્યા છે કે દેશમાં ગુજરાતમાં સૌથી વધુ ઓક્સિજન ઉત્પાદન થાય છે અને એ ગુજરાત રાજ્યમાં ઓક્સિજન ન મળવાને કારણે અનેકોને જીવ ગુમાવવા પડે છે આ કેવી કરૂણાંતિકા છે કે જેનો વહીવટ-વ્યવસ્થા કેન્દ્ર સરકાર કરે છે અને ત્યા આપણા ગુજરાતના સપુત…. વડાપ્રધાન શ્રી અને ગૃહમંત્રી શ્રી સર્વોચ્ચ પદ પર બિરાજમાન છે. અને આવી દશા ગુજરાતની……? બીજી તરફ પ.બંગાળમાં ચૂંટણી પરિણામો બાદ જ જેટલા કાર્યકરોના હિંસક હુમલામાં મૃત્યુ થતાં હારથી ઘાઘા થયેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ, વડા પ્રધાન, ગૃહ પ્રધાન સહિતના દોડતા થઈ જાય છે… અને બીજી તરફ દેશમાં ૨૦૨૦ની કોરોના મહામારીમાંથી કોઈ સબક ન લેનાર કેન્દ્ર સરકારના કારણે લાખો લોકોને જીવ ગુમાવવા પડ્યા છે….. તેઓને માટે કોઈ સંવેદના નહીં…..આને કેવી સરકાર કહેવાય…..?! કે જ્યાં દેશમાં કોરોનાના કારણે હજારો માણસોને મોત મળે છે પણ કેન્દ્રની મોદી સરકારને તેની ચિંતા નથી….! અને બંગાળમાં હિંસાને કારણે ભાજપના છ જેટલા કાર્યકરોના મોત થયા અને તે કારણે આખી સરકાર દોડતી થઈ ગઈ….! લોકો સવાલ કરી રહ્યા છે કે ક્યા ગઈ મોદી સરકારની સંવેદના……?!
દેશનું સમગ્ર હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખખડી ગયેલું છે અને આમ પ્રજા ત્રસ્ત છે-પરેશાન છે. ઓક્સિજનની અછત, રેમડેસિવીરની નિકાસ પર પ્રતિબંધ છતાં જીવન જરૂરી આ દવા સહિતની દવાઓની અછત, હોસ્પિટલોમાં બેડની અછત, એમ્બ્યુલન્સો વધારવા છતાં તેની અછત, વેન્ટીલેટરોની અછત, દેશમાં કોવિડ હોસ્પિટલો કે સારવાર કેન્દ્રો યુધ્ધના ધોરણે ઊભા કરવા માટે તૈયાર અત્યારે બિન ઉપયોગી… જેમાં કોલેજાે, શાળાઓ સહિત સરકારે ઉભા કરેલા બિલ્ડીગોનો ઉપયોગ કરવાથી સરકાર અને તંત્ર દૂર રહી હવામા ફાફા મારે છે… વિદેશથી સહાય રૂપે આવેલ રેમડેસિવીરનો જથ્થો સહિતની દવાઓ તેમજ અનેક મેડિકલ સારવારની ચીજવસ્તુઓ એરોડ્રામ પર મોટા જથ્થામાં ખડકાઇ ગઇ છે… પણ તેનો ઉપયોગ કરવાનું તંત્રને સુજતું નથી….! એરપોર્ટ ઓથોરિટીએ તંત્રનું ધ્યાન દોર્યુ છતાં….. ટૂંકમાં સમગ્ર દેશનું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખરાબે ચઢી ગયું છે….! બીજી તરફ દેશભરમાં લોકો સમજી ગયા છે કે આજની સરકાર જરૂરી ર્નિણયો લેવામાં નિષ્ફળ રહી છે…..! ત્યારે કોરોનાથી બચવા- કોરોના ચેઈન તોડવા માટે લોકડાઉન જરૂરી છે એટલે મોટા ભાગના નાના-મોટા શહેરો, મહાનગરો અને હવે તો ગામડાઓ અને ગ્રામ્ય મથકો સ્વયંભૂ લોકડાઉન કરવા તરફ વળી ગયા છે…. અને સરકાર કોરોના સાકળ તોડવા માટે લોકડાઉન લાદવા તૈયાર નથી…. કારણ અમેરિકાની ટ્રમ્પ નીતિ અનુસાર દેશના અર્થતંત્રને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે…. લોકોની માંગ, કોર્ટનો નિર્દેશ,વિપક્ષ નેતાઓની માગ છતા કેન્દ્ર સરકાર લોકડાઉન લાદવા તૈયાર નથી…. આને દેશની કમનસીબી કહીશુ કે પછી સંવેદના ગુમાવી ચુકેલ સત્તાધીશો…..?! વંદે માતરમ્‌…

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *