દેશમાં સૌથી વધુ દાન કરનારા ઉદ્યોગપતિઓમાં અઝીમ પ્રેમજી પહેલા ક્રમે

0

ન્યુ દિલ્હી,તા.૧
દેશમાં ચારે તરફ ફેલાયેલા નિરાશાના માહોલ વચ્ચે દેશના કરોડપતિઓ અને ઉદ્યોગપતિઓએ કેટલુ દાન આપ્યુ તેના આંકડા પણ જાહેર થયા છે.
હુરુન ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે ૨૦૨૦માં દેશના સૌથી મોટા ૯૦ દાનવીરોએ કુલ ૯૩૨૪ કરોડ રુપિયા દાનમાં આપ્યા છે. દાનવીરોના આ લિસ્ટમાં ૧૦ કરોડ રુપિયાથી વધારે દાન આપનારાઓની સંખ્યા બે વર્ષમાં બમણી થઈ છે. ૨૦૨૦માં આવા લોકોની સંખ્યા ૮૦ પર પહોંચી છે. લિસ્ટમાં સામેલ દાતાઓની સરેરાશ વય ૬૬ રુપિયા છે. ફ્લિપકાર્ટના કો ફાઉન્ડર બિની બસંલ ૪૦ વર્ષના પહેલા એવા ડોનર છે જે આ લિસ્ટમાં સામેલ થયા છે.
ભારતમાં સૌથી વધારે દાન અઝીમ પ્રેમજીએ કર્યુ છે. તેમણે ૭૯૦૪ કરોડ રુપિયા દાન કર્યા છે. જેમાંથી મોટાભાગનો ખર્ચ શિક્ષણના ક્ષેત્રમાં થયો છે. બીજા ક્રમે એચસીએલના શિવ નાડર છે જેમણે ૭૯૫ કરોડ રુપિયા પરોપકારના કામમાં વાપર્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણીએ ૪૫૮ કરોડ રુપિયા દાન કર્યુ છે. તેઓ ત્રીજા નંબરે છે.
બીજા ઉદ્યોગપતિઓની યાદી આ પ્રમાણે છે
કુમાર મંગલમ બિરલા ૨૭૫ કરોડ
વેદાંતાના અનિલ અગ્રવાલ ૨૧૫ કરોડ
પીરામલ એન્ટરપ્રાઈઝના અજય પીરામલ ૧૯૬ કરોડ
ઈન્ફોસિસના નંદન નીલેકણી ૧૫૯ કરોડ
હિન્દુજા ગ્રૂપના હિન્દુજા બ્રધર્સ ૧૩૩ કરોડ
ગૌતમ અદાણી ૮૮ કરોડ
ટોરેન્ટ ફાર્માના સુધીર મહેતા અ્‌ને સમીર મહેતા ૮૨ કરોડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here