પ્રતિકાત્મક તશવીર

દેશમાં કોરોના કેસોમાં મોટા પ્રમાણમાં ઘટાડો થઈ જતા આમ પ્રજાને હાશકારો થયો છે. સરકારે આમ પ્રજાને વેક્સિન મફત આપવાનો ર્નિણય કરતા સામાન્ય લોકોમાં રાહત થવા પામી છે. સરકારે ધીરી ગતિએ ઉદ્યોગ, વેપાર- ધંધા માટે છૂટછાટ આપતા વેપારી વર્ગમાં ખુશી વ્યાપી ગઈ છે. મોટાભાગના તમામ પ્રકારનાં બજારો ખુલી ગયા છે. પરંતુ બજારમાં ગ્રાહકોનો અભાવ છે કારણ સરકારે એક પછી એક લીધેલા ર્નિણયોને કારણે કરોડો લોકોને સહન કરવાનો વારો આવ્યો છે. લોકોની ખરીદશક્તિ નહીંવત બની ગઈ છે. લાખો લોકોએ નોકરી ગુમાવી છે જેની અસર બજાર ઉપર થવા પામી છે. સરકારે કોરોના મહામારી પછી મોટાભાગના નોકરિયાતોના પગારમાં મોટો કાપ આવી ગયો છે. પરિવારનું ગુજરાન ચલાવવા મહિલાઓને પણ જે પણ કામ મળે તે કરવા તરફ વળવુ પડ્યું છે. સરકારે નોટ બંધીથી લઈને ખાનગીકરણના લીધેલા વિવિધ પ્રકારના પગલાઓની મોટામા મોટી અસર વડાપ્રધાન મોદીજીના ચાહક અને ભાજપમાં વિશ્વાસ ધરાવતા મધ્યમ વર્ગમા વધુ પ્રમાણમાં થવા પામી છે. આજે મોટી સંખ્યામાં મધ્યમ વર્ગના પરિવારો ગરીબીની રેખા તરફ ધકેલાઈ ગયા છે. મોટા ભાગના મધ્યમ વર્ગ નોકરી કરતો હોય છે કે નાના પાયે ધંધો કરતો હોય છે. નોટ બંધીને કારણે મહિલાઓએ કરેલી બચતનુ ધોવાણ થઈ ગયેલ અને બાકી રહ્યું હતું તે lockdown લાગુ થતાં અનેક મધ્યમ વર્ગના પરિવારો આર્થિક રીતે બેહાલ થઈ ગયા કરેલી બચત પણ ખર્ચાઈ ગઈ…. પરિણામે બીજી કોરોના લહેરમાં જે તે પ્રતિબંધના તમામ આદેશો, કફ્ર્યું ને લોકડાઉન સહિતના પગલાઓને કારણે આમ પ્રજાને સહન કરવું પડ્યું તેમા સૌથી વધુ માર મધ્યમવર્ગીય પરિવારોને પડ્યો છે અને તેમના ખિસ્સા પણ ખાલી છે…. ત્યારે સરકારે નાના ધંધાદારી બજારો તરફ ધ્યાન આપીને ધમધમાવવા જરૂરી આર્થિક સહાય સહિતના પગલાં લેવા જરૂરી છે નહીં તો પ્રવર્તમાન મંદી લાંબો સમય ખેંચાઇ જવાની શક્યતા વધી શકે…..!
દેશનું અર્થતંત્ર મંદીની ચપેટમાં આવી ગયું છે. માત્ર ભારત જ નહીં વિશ્વના અનેક દેશો મંદીના સપાટામાં આવી ગયા છે. વિશ્વની વિવિધ એજન્સીઓએ ભારતનો વિકાસદર સતત ઘટતો રહ્યાના અહેવાલો જાહેર કરતી રહી છે. તેમાં દેશની રિઝર્વ બેંકે વિકાસદરનો અંદાજ ઘટાડ્યો છે જેની વ્યાપક અસર થવા પામી છે. દેશના મોટાભાગના ઉદ્યોગો અગાઉના સમયની જેવા ધમધમતા થયા નથી, બજારોમા માંગ ઘણી જ ઓછી છે, બજારોમાં ગ્રાહક ખરીદી ઘણી જ ઓછી છે કે મર્યાદિત છે. પરિણામે તમામ પ્રકારના બજારોમાં નાણાભીડ ફરી વળેલી છે…. જેમાંથી ક્યારે બહાર નીકળી શકાશે તે કહેવુ કવેળાનુ છે……! જાે કે ભારત ખેતીપ્રધાન દેશ છે એટલે કઈ કૃષિ ક્ષેત્રએ અન્ય દેશો કરતાં મંદીની અસર ઓછી દેખાવા પામી છે. આવા સમયે વેક્સિન મફત આપવાની જાહેરાતે પ્રજાજનોમાં રાહત થઈ છે તથા વેક્સિન માટેની ગેરસમજાે દૂર થતા વિશ્વાસ વધવા સાથે વ્યાપારિક ક્ષેત્રમાં નવી આશાનો સંચાર થયો છે. ભારતમાં મધ્યમવર્ગ, મજૂર વર્ગ, રોજમદાર વર્ગ મોટા પ્રમાણમાં હોવાથી નાના ધંધાદારી બજારો વધુ પ્રમાણમાં છે. આ બજારોમાથી જ આ વર્ગો જ મોટા ભાગની ખરીદી કરતા હોય છે. ત્યારે તેમના ખીસ્સામાં નાણાંનો પ્રવાહ ચાલુ રહેશે તો જ વિવિધ બજારોમાં મંદી હટશે અને તેની રોનક અગાઉના સમય જેવી આવી શકે….. પરંતુ સરકારે આ માટે આયોજન કરવું જરૂરી છે….. વંદે માતરમ્‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here