Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

દુબઈમાં બાલ્કનીમાં કપડા સુકવવા પર દંડ વસૂલાશે

દુબઈને સ્વચ્છ રાખવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે

દુબઈ,તા.૨૯

પર્યાવરણની જરૂરિયાતો અને ધોરણો વિશે સમુદાયની જાગૃતિ વધારવા માટે દુબઈ મ્યુનિસિપાલિટી યુએઈના તમામ રહેવાસીઓને વિનંતી કરે છે કે તેઓ “શહેરના સૌંદર્યલક્ષી અને સંસ્કારી પ્રકૃતિને ખલેલ પહોંચાડવાથી દૂર રહે.” દુબઈ નગરપાલિકાએ પોતાના ટિ્‌વટમાં બાલ્કનીના ‘દુરુપયોગ’ વિશે માહિતી આપી છે, જેના પર દંડ ફટકારવામાં આવશે. જાે કોઈ નગરપાલિકાના નવા નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો તેને ૫૦૦ થી ૧,૫૦૦ દિરહમ ચૂકવવા પડી શકે છે. ભારતીય રૂપિયાના હિસાબે નિયમો તોડનારાઓને ૧૦ હજારથી ૩૦ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.

વર્ષ ૨૦૧૮માં ખાડી દેશ કુવૈતે પણ પોતાના નાગરિકો માટે આવો જ નિયમ બનાવ્યો હતો. કુવૈતે સ્વચ્છતા અને શિષ્ટાચારને ટાંકીને કડક નિયમો બનાવ્યા છે. નિયમોનો ભંગ કરનારાઓ પર ભારે દંડ પણ વસૂલવામાં આવે છે. કેટલાક રહેવાસીઓએ ફરિયાદ કરી હતી કે બાલ્કનીમાં અન્ડરવેરને સુક્વવું એ ઉશ્કેરણીજનક, અપમાનજનક અને શરમજનક છે. તે પછી દક્ષિણના રાજ્ય બહેરીને ગયા વર્ષે આ પ્રકારનો પ્રતિબંધ લાદ્યો હતો.

દુબઇને સ્વચ્છ રાખવા માટે અમુક નિયમો બનાવવામાં આવ્યા છે. દુબઈ નગરપાલિકાએ તેના નાગરિકો માટે એવા નિયમો બનાવ્યા છે કે ભારતના લોકો માટે વિચિત્ર હોઈ શકે છે. દુબઈમાં જાે કોઈ વ્યક્તિ તેની બાલ્કનીમાં કપડા સુકવે તો તેને દંડ ભરવો પડશે. એટલું જ નહીં, જાે દુબઈના લોકો તેમની બાલ્કનીમાં ઉભા રહીને સિગારેટ પીતી વખતે તેમની રાખ બાલ્કનીમાંથી ફેંકી દે તો પણ તેમને ભારે દંડ ભરવો પડશે. નગરપાલિકાનું કહેવું છે કે શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે આવા પગલા લેવામાં આવી રહ્યા છે. નગરપાલિકાએ લોકોને વિનંતી કરી છે કે તેઓ તેમના એપાર્ટમેન્ટની બાલ્કનીનો ‘દુરુપયોગ’ ન કરે. દુબઈ નગરપાલિકાએ તેના સોશિયલ મીડિયા દ્વારા લોકોને એવી વસ્તુઓ ન કરવા સૂચના આપી છે જેનાથી તેમની બાલ્કનીઓ કદરૂપી દેખાય અને સમસ્યા બની જાય.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *