દુનિયાભરમાં મુસલમાનો હિંસાનો ભોગ બની રહ્યા છે : બાઈડન

0

અમેરિકા,

જાે બાઈડેને વ્હાઈટ હાઉસમાં ઈદના અવસરે કહ્યું કે આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટે દૂતાવાસ પ્રભારીના પદે પહેલીવાર કોઈ મુસ્લિમની નિયુક્તિ કરી છે. જે ખુબ મહત્વનું છે. કારણ કે આજે આપણે દુનિયાભરમાં જાેઈ રહ્યા છીએ કે અનેક મુસલમાન હિંસાનો ભોગ બની રહ્યા છે. કોઈને પણ તેની ધાર્મિક આસ્થાઓ માટે પરેશાન કરવા જાેઈએ નહીં. ઈદના કાર્યક્રમ બાદ જાે બાઈડેને ટ્‌વીટ કરીને પણ કહ્યું કે ઝિલ અને હું વ્હાઈટ હાઉસમાં આજે રાતે ઈદ ઉલ ફિતરનો તહેવાર ઉજવીને ખુબ સન્માનિત મહેસૂસ કરી રહ્યા છીએ અને દુનિયાભરમાં આ પર્વ ઉજવનારા તમામ લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ઈદ મુબારક.

અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેને કહ્યું કે, આજે આપણે એ તમામ લોકોને પણ યાદ કરીએ છીએ જે આ પવિત્ર દિવસની ઉજવણી કરી શકતા નથી જેમાં ઉઈગર, રોહિંગ્યા સમુદાયના લોકો સહિત એ લોકો પણ સામેલ છે જે દુષ્કાળ, હિંસા, સંઘર્ષ અને બીમારીથી પીડિત છે. તેમણે કહ્યું કે દુનિયામાં આશા અને પ્રગતિના સંકેતોનું સન્માન કરો જેમાં યુદ્ધ વિરામ પણ સામેલ છે. જેનાથી યમનમાં લોકોને ૬ વર્ષમાં પહેલીવાર શાંતિથી રમઝાન અને ઈદ ઉજવવાની તક મળી. તેમણે એમ પણ કહ્યું કે પરંતુ સાથે આપણે એ પણ સ્વીકારવું પડશે કે અહીં દેશમાં અને વિદેશમાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે. મુસલમાન ભલે હજુ પણ આપણા સમાજમાં વાસ્તવિક પડકારો અને જાેખમોનો સામનો કરી રહ્યા હોય પરંતુ દેશને દરરોજ મજબૂત કરી રહ્યા છે. આ પડકારોમાં ઈસ્લામોફોબિયા પણ સામેલ છે.

ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ લોકોને ઈદની શુભેચ્છા પાઠવી. ટ્‌વીટ કરીને કહ્યું કે ડગલાસ (કમલા હેરિસના પતિ) અને હું ઈદ ઉલ ફિતર ઉજવનારા તમામ લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ઈદ મુબારક. આ બાજુ દેશમાં પણ ઈદની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. પીએમ મોદીએ પણ આજે દેશવાસીઓને ઈદની શુભેચ્છાઓ પાઠવી તથા એકજૂથતા અને ભાઈચારાની ભાવના વધે એવી કામના કરી. પીએમ મોદીએ ટ્‌વીટ કરીને કહ્યું કે ઈદ ઉલ ફિતરની ખુબ શુભકામનાઓ. આ શુભ અવસર આપણા સમાજમાં એકજૂથતા અને ભાઈચારાની ભાવનાને વધારે. બધાના સારા સ્વાસ્થ્ય અને ખુશહાલીની કામના કરું છું. આજે દેશ અને દુનિયામાં ચારેકોર ઈદ ઉલ ફિતરની હોશભેંર ઉજવણી થઈ રહી છે. ત્યારે અમેરિકાના વ્હાઈટ હાઉસમાં પણ ઈદની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં અમેરિકાના પ્રથમ મહિલા ઝિલ બાઈડેન, મસ્જિદ મોહમ્મદના ઈમામ ડોક્ટર તાલિબ એમ શરીફ અને પાકિસ્તાની સિંગર અરુઝ આફતાબે પણ ભાગ લીધો હતો. આ અવસરે અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેને કહ્યું કે દુનિયાભરમાં મુસલમાનો હિંસાનો ભોગ બની રહ્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે મુસ્લિમ સમુદાય દરરોજ અમેરિકાને મજબૂત બનાવી રહ્યો છે, જાે કે તેઓ પોતે સમાજમાં હકીકતમાં પડકારો અને જાેખમનો સામનો કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here