ઉત્તર સ્કોટલેન્ડ (બ્રિટન),તા.૧૦
સ્કોટિશ નેશનલ હેલ્થ સર્વિસ સાથે સંકળાયેલા લોકો પણ આ ૨.૭ કીમીના એર રૃટનો સૌથી વધુ ઉપયોગ કરે છે. આ રૃટ તો વર્ષોથી ચાલતો હતો પરંતુ પહેલી વાર તેની માહિતી દુનિયામાં વર્ષ ૨૦૧૧ના ગાળામાં આવી હતી. અહીં આવેલા કેટલાક ટુરિસ્ટોએ તેમના પ્રવાસ વર્ણનમાં આ વાત લખી એટલે બહારના પ્રવાસીઓ પણ ઉત્સુકતા ખાતર આ ફલાઇટમાં બેસવા આવે છે. સ્કોટિશ સરકાર ૪.૫ મિલીયન પાઉન્ડમાં વિમાન ફેરી ચલાવવાનો કોન્ટ્રાકટ આપે છે. આ રુટ દ્વીપ સમૂહની મઘ્યમાં ૪૩ કિમી દૂર આવેલા ર્કિકવાલ શહેર સાથેની કનેકટીવિટી માટે પણ મહત્વનો છે. આ રુટ ચલાવવા માટે ખર્ચ વધારે થતો હોવાથી સરકાર પણ સેવાના ધોરણે મદદ કરે છે. પાયલોટે એર રુટ પન્ર લેન્ડિંગ અને ટેક ઓવર ખૂબ જ સાચવીને કરવું પડે છે. વેસ્ટ્રેથી પાપા વેસ્ટરે એરપોર્ટ પર રવીવારે પણ ફ્લાઇટ અવિરત ચાલતી રહે છે. આ રુટનું અંતર એડનબર્ગ એરપોર્ટના રનવે જેટલું છે. સ્ટુઅર્ટ લિંકલેટર નામના પાયલોટ સૌથી વધુ ૧૨૦૦૦ ટ્રીપ ચલાવવાનો અનુભવ ધરાવતો હતો જે ૨૦૧૩માં નિવૃત થયો હતો.

બ્રિટનના ઉત્તર સ્કોટલેન્ડમાં ઉંડી ખાડીના કારણે નાના ટાપુઓનો એક સમુહ બને છે જે ઓર્કેની આઇલેન્ડ તરીકે ઓળખાય છે. આ આઇલેન્ડમાં મુખ્યત્વે વેસ્ટ્રે અને પાપા વેસ્ટ્રે એમ બે ભૂમિ ભાગ પડે છે. સ્કોટિશ એરલાઇન્સ લોગાનેયર આ વેસ્ટ્રે અને પાપા વેસ્ટ્રે વચ્ચે આજકાલ કરતા છેલ્લા ૫૪ વર્ષથી એરરુટ ચલાવે છે. ૧૯૬૭માં શરુઆત થઇ હતી તે પછી હજુ પણ અવિરત ચાલે છે. વેસ્ટ્રે અને પાપા વેસ્ટ્રે આઇલેન્ડ સુધીના ૨.૭ કિમીના અંતરને કાપવા માટે કોર્મશિયલ એર ફલાઇટનો રોજ ઉપયોગ થાય છે. જેમાં બેસીને આ બે આઇલેન્ડ વચ્ચેનું અંતર પાર કરવામાં માત્ર ૫૭ સેકન્ડનો સમય લાગે છે. જાે કે કયારેક હવામાન ખરાબ હોય તેવા અસાધારણ સંજાેગોમાં સ્કોટલેન્ડના ઉતર ભાગમાં આવેલા એક ટાપુ પરથી બીજા ટાપુ પર પહોંચવામાં વિમાન વધુમાં વધુ બે મીનિટ લે છે. રોજ સવારથી સાંજ સુધી ચાલતી આ વિમાનફેરીમાં નોકરીયાત, શિક્ષકો, હેલ્થ સ્ટાફ તથા બીમાર દર્દીઓ વધુ ઉપયોગ કરે છે. માત્ર ૫૭ સેકન્ડ સુધી વિમાનમાં મુસાફરી કરવાનો ખર્ચ ૩૬ પાઉન્ડ જેટલો થાય છે. તેમણે ફરજીયાત વિશ્વના સૌથી ટુંકા એરરુટમાં મુસાફરી કરીને પહોંચવું પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here