દિવાળી આવતા ટુર પેકેજ કરતા હવાઈ મુસાફરી મોંઘી

0

૨૦થી ૨૫ હજારના ટૂર પેકેજ સામે ફ્લાઇટની ટિકિટ રૂ.૩૦થી ૪૦ હજાર

અમદાવાદ, તા.૨૮

દિવાળી વેકેશનમાં દિલ્હી, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ વગેરે સ્થાન પર લોકો જવાનું પસંદ કરી રહ્યા છે. જાેકે હાલ કોરોનાની પરિસ્થિતિને જાેતા મહારાષ્ટ્ર તથા સાઉથના રાજ્યોમાં લોકો વેકેશન પર જવાનું ટાળી રહ્યા છે. જાેકે હાલ સ્થિતિ એવી ઉભી થઈ છે કે એક તરફ જ્યાં ટ્રેનોનું બુકિંગ ફૂલ છે અને ફ્લાઇટની ટિકિટના ભાડા ડબલ છે. જેના કારણે પૂછપરછ માટે આવતા લોકો ફ્લાઇટ ટિકિટના ભાડા સાંભળીને અન્ય રાજ્યમાં પ્રવાસનો વિચાર પડતો મૂકી રહ્યા છે અને ગુજરાતમાં જ કોઈ સારા સ્થળે એક કે બે દિવસના પ્રવાસનું આયોજન કરી રહ્યા છે. તો બીજી તરફ ઇન્ટરનેશનલ ટૂરની વાત કરવામાં આવે તો પરિસ્થિતિ સામાન્ય જણાઈ રહી છે.

અક્ષર ટ્રાવેલ્સના મનીષ શર્માએ જણાવ્યું કે વિદેશ પ્રવાસ માટે માત્ર શ્રીલંકા, દુબઈ અને માલદિવ્સ જ ખૂલ્યું છે. જાેકે ઇન્ટરનેશનલ ટૂરમાં મહત્વની વાત એ છે કે ફ્લાઈટ પણ ઓછી છે અને પ્રવાસીઓ પણ ઓછા છે. જેથી ભાવ સ્ટેબલ જણાઈ રહ્યા છે. અમદાવાદના પ્રોફેસર પંકજ શ્રીમાળી દર વર્ષે દિવાળીના વેકેશનમાં પરિવાર સાથે વેકેશન માણવા જાય છે. પરંતુ આ વખતે કોરોનાની સાથે સાથે મોંઘવારીને કારણે બજેટ ખોરવાયું હોવાથી પ્રવાસનું અયોજન ટાળ્યું છે. દિવાળી તહેવારોના સમયમાં વેકેશન દરમિયાન બહાર ફરવા જનારા લોકો માટે ઘાટ કરતાં ઘડામણ મોંઘું થયું હોવાની સ્થિતિ ઊભી થઈ છે. તહેવારોની મોસમમાં ટૂરિસ્ટ પ્લેસ પર જવા માટે ફ્લાઇટની ટિકિટના ભાવ ટૂર પેકેજની કિંમત પણ વધારે થઈ ગઈ છે, જેને કારણે ટૂર ઓપરેટર પણ મૂંઝવણમાં મુકાયા છે. એક તરફ ટ્રેન ટિકિટમાં વેઇટિંગ છે, તો બીજી તરફ ફ્લાઇટના ભાડામાં તોતિંગ વધારો જાેવા મળી રહ્યો છે. હાલ જમ્મુ-કાશ્મીરથી લઈ અંદામાન-નિકોબાર સહિતનાં સ્થળોનું પ્રતિ વ્યક્તિદીઠ ૫થી ૭ દિવસનું ટૂર પેકેજનો ચાર્જ ૨૦થી ૨૫ હજાર છે. તો એની સામે એક વ્યક્તિની રિટર્ન હવાઈ સફર માટેની ટિકિટનો ભાવ ૩૦થી ૪૦ હજાર રૂપિયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here