દિલિપ કુમારે હિન્દી સિનેમા અને નવા કલાકારો માટે કોઈ યોગદાન આપ્યું નહીં : નસીરુદ્દીન શાહ

0


મુંબઈ,
તાજેતરમાં જ બૉલીવુડના પીઢ અભિનેતા દિલિપ કુમારનું ૯૮ વર્ષની ઉંમરે અવસાન થયું છે. આ સમયે બોલિવુડના બેબાક અભિનેતા નસીરુદ્દીન શાહે દિલિપ કુમારના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો. ખુદ નસીરુદ્દીન શાહ પણ દિલિપ કુમારના મોટા પ્રસંશક છે. પરંતુ જ્યારે ભારતીય સિનેમાની વાત આવે છે, ત્યારે તેમનું કઈક અલગ મંતવ્ય હોય છે. જ્યારે તાજેતરમાં જ એક લેખ દ્વારા આ બાબત કહી હતી.

નસીરુદ્દીન શાહે કહ્યું, દિલિપ કુમાર ભારતના મોટા સિતારા હતા. પરંતુ તેમણે હિન્દી સિનેમા અને નવા ઉભરતા કલાકારો માટે કોઈ જ યોગદાન આપ્યું નહીં. દિલિપ કુમારની એક્ટિંગ નાટકીય હતી, તે તેના માપદંડોનું પાલન કરતા ન હતા. તેમના અભિનય દ્વારા ભારતીય સિનેમામાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેની નકલ કરવાની કોશિશ કેટલાય લોકો કરી રહ્યા હતા, પરંતુ તેમાં તેઓ સફળ ન હતા થતાં અને પકડાઇ જતા હતા.

નસીરુદ્દીન શાહ, દિલિપ કુમાર માટે લખતા કહે છે કે આટલી ફિલ્મોમાં કામ કરવા છતાં પણ ભારતીય સિનેમામાં તેમનું કોઈ વિશિષ્ટ યોગદાન નથી. ‘જે સ્થાન પર હતા ત્યાં તેમને માત્ર એક્ટિંગ સિવાય કાંઈ જ બીજું ન કર્યું તેનાથી ઊલટું તે સમાજિક કાર્યોમાં ઘણા શામેલ રહ્યા છે. નસીરુદ્દીન શાહે લખ્યું, દિલિપ કુમારે તેમના જીવનમાં માત્ર એક ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. જ્યારે તેમને એક પણ ફિલ્મનું નિર્દેશન પણ નથી કર્યું. આગળની પેઢી માટે તેમનો અનુભવ પણ નથી મુકતા ગયા. ૧૯૭૦માં આવેલી તેમની અમુક ફિલ્મો બાદ તેમને પોતાનાથી આગળ વધનારા અભિનેતાઓ માટે કંઈ ખાસ બાકી નહોતું રાખ્યું. તેમને પોતાના સ્ટારડમનો પણ ખાસ ઉપયોગ નથી કર્યો. અગર જાે તે ઈચ્છી શક્યા હોત તો તે ફિલ્મો માટે ઘણું કામ કરી શક્યા હોત. પરંતુ આવું તેમણે કાંઈ જ ન કર્યું.

નસીરુદ્દીન શાહનો આ લેખ સો.મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. અભિનેતા કેટલાય દિવસોથી પોતાની ખરાબ તબિયતને લઈને હોસ્પિટલમાં દાખલ હતા. જે બાદ હવે તે પોતાન ઘરે આવી ગયા છે. ટૂંક સમયમાં જ નસીરુદ્દીન શાહ આપણને પોતાના એક આગામી પ્રોજેકટમાં જાેવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here