બૉલિવૂડના દિગ્ગજ અભિનેતા અભિનય સમ્રાટ દિલીપ કુમારે આજે આ દુનિયાને કાયમ માટે છોડી દીધી છે. આજે 98 વર્ષની ઉંમરે તેમણે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધુ છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં `ટ્રેજેડી કિંગ` તરીકે જાણીતા દિલીપ કુમારને મંગળવારથી હિન્દુજા હોસ્પિટલના નોન-કોવિડ ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઈસીયુ)માં દાખલ કરવામાં આવ્યા હતા. દિલીપકુમારના  નિધનને કારણે ફિલ્મ જગત સહિત દેશભરના દરેક લોકો આઘાતમાં છે. ફિલ્મી હસ્તીઓ ઉપરાંત રાજકારણની દુનિયાના લોકો પણ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.

  • – દિલીપ કુમારે વર્ષ 1944 માં ફિલ્મ “જ્વાર ભાટા”થી ફિલ્મની શરૂઆત કરી હતી. તે સમયે તેમને પોતાના કામ માટે દર મહિને 1250 રૂપિયા મળતા હતા.
  • – બહુ ઓછા લોકો જાણે છે કે દિલીપ કુમારનું અસલી નામ મોહમ્મદ યુસુફ ખાન હતું.
  • – દિલીપ કુમારને અભિનેત્રી દેવિકા રાનીએ શોધ્યા હતાં, જે ભારતીય સિનેમાની પ્રથમ મહિલા ગણાય છે.
  • – દિલીપકુમારે તેમની આત્મકથા “દિલીપકુમાર: ધ સબસ્ટન્સ એન્ડ ધ શેડો” માં અસ્મા રહેમાન સાથેના તેમના કથિત સંબંધો અંગે જાણકારી આપતાં તેને “મોટી ભૂલ” ગણાવી હતી.
  • – દિલીપકુમારે તેમની મોટાભાગની શાળા નાસિકની બાર્નેસ સ્કૂલથી કરી હતી. અહીંથી જ તે રાજ કપૂરને મળ્યા હતા અને તે પછી બંને મિત્રો બની ગયા હતા.
  • – દિલીપકુમારે ફિલ્મ કોહિનૂરના `મધુબન મેં રાધિકા નાચે રે` ગીત માટે લગભગ છ મહિના સિતારની તાલીમ લીધી હતી.
  • – દિલીપ કુમારે ડેવિડ લીનના લોરેન્સ ઓફ અરેબિયામાં શેરીફ અલીની ભૂમિકા ભજવવાની ના પાડી હતી.
  • – દિલીપ કુમાર અને સાયરા બાનોની લવ સ્ટોરીના બહુ બધા રોમાંચક કિસ્સાઓ છે.  દિલીપ કુમારના શબ્દોમાં, “આ 1996 23 ઓગસ્ટની રાત હતી. સાયરા બાનો પોતાના નવા ઘરમાં બગીચા પાસે ઉભા હતા, હું જેઓ કારમાંથી ઉતર્યો અને મારી નજર તેમના પર જ રોકાઈ ગઈ. હું ચકિત થઈ ગયો હતો. હું તેમને એક યુવતી તરીકે જોતો હતો એટલે તો તેમના સાથે ફિલ્મો કરવાથી બચતો હતો. પરંતુ અહીં તો એક ખુબસુરત સ્ત્રી હતી.  તો હકિકતમાં મારા વિચારો કરતાં પણ વધારે ખુબસુરત લાગી રહી હતી.” 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here