તેલંગાણામાં એક જ શાળાની ૨૮ વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટીવ

0

દેશના તમામ રાજ્યોમાં જ્યારે ધીમે ધીમે તબક્કાવાર સ્કુલો ખોલવામાં આવી રહી છે ત્યારે તેલંગાણામાં એક જ શાળાની ૨૮ વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટીવ આવી

તેલંગાણા,

કોરોનાની બીજી લહેરમાં જે રીતે વિનાશ સર્જાયો હતો જેનાથી લોકોમાં ભય ફેલાયો હતો. જ્યારે હવે ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થવાના સમાચાર મળતા લોકોમાં ફરી અફરાતફરી મચી જવા પામી છે. ઉત્તરપ્રદેશના નોઇડાથી પણ ભયભીત કરનારા સમાચાર મળી રહ્યા છે. નોઇડામાં પણ કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે. એક જ દિવસમાં એક જ પરિવારના ૮ સભ્યોને સંક્રમણ લાગ્યું છે. તેમાં બે વર્ષનું એક બાળક પણ સંક્રમિત થયું છે. જ્યારે સમગ્ર દેશની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૮,૪૮૮ નવા કેસ નોંધાયા હતા. આ આંકડા છેલ્લા ૫૩૮ દિવસમાં સૌથી ઓછા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૨,૫૧૦ દર્દીઓ સાજા થયા હતા, જ્યારે ૨૪૯ દર્દીઓના મોત થયા હતા. હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૧.૧૮ લાખ છે. દેશ અને દુનિયામાં કોરોનાની પ્રથમ અને બીજી લહેરે ખુબ જ કહેર મચાવ્યો હતો. જાે કે હવે કોરોનાના કેસમાં ઘટાડા થતાં રાહત મળી છે. સ્થિતિમાં સુધારો થતાં હવે શાળાઓ અને ઓફિસો પણ ખોલી દેવામાં આવી છે.

આ દરમિયાન તેલંગાણાથી ભયભીત કરતાં સમાચાર મળી રહ્યા છે. તેલંગાણામાં ખમ્મમ જિલ્લાની એક રેસિડેન્શિયલ સરકારી શાળાની ૨૮ વિદ્યાર્થિનીઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. કોરોના સંક્રમિત થયાની જાણકારી વિદ્યાર્થિનીઓના વાલીને થતાં તેઓ શાળાએ પહોંચ્યા હતા અને વિદ્યાર્થિનીઓને તેમના ઘરે લઈ જવા માટેની વિનંતી કરી હતી. જણાવી દઈએ કે, આ રેસિડેન્શિયલ શાળામાં ૫૭૫ સ્ટુડન્ટ અભ્યાસ કરે છે. તેલંગાણાના આરોગ્ય મંત્રી ટી. હરીશ રાવે જિલ્લા આરોગ્ય અધિકારીઓને ફોન કરીને સંક્રમિત વિદ્યાર્થિઓની તબિયત બાબતે માહિતી મેળવી હતી. તેમણે અધિકારીઓને તાકીદે સારવાર કરાવવા અને સંક્રમણને અટકાવવા માટેના તમામ જરૂરી પગલાં ભરવા માટે નિર્દેશ આપ્યા હતા. રવિવારે તેલંગાણામાં કોરોનાના ૧૦૩ નવા કેસ સામે આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here