તાજ મહેલના બંધ 22 રૂમ ખોલવાની માંગ સાથે ઇલાહાબાદ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી

ઇલાહાબાદ હાઇકોર્ટની લખનઉં બેંચમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં માંગ કરવામાં આવી છે કે તાજ મહેલના ઉપર અને નીચેના ભાગમાં બંધ 22 રૂમ ખોલવામાં આવે. અરજીમાં આ માંગ પણ કરવામાં આવી છે કે પુરાતત્વ વિભાગને તે બંધ રૂમમાં મૂર્તિઓ અને શિલાલેખોની શોધ કરવાનો પણ આદેશ આપવામાં આવે. તેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે 1631થી 1653 વચ્ચે 22 વર્ષમાં તાજ મહેલ બનાવવાની વાત સત્યથી વેગળી છે અને મૂર્ખતાપૂર્ણ પણ છે. તાજ મહેલના વિવાદ વચ્ચે અમે તમને વિશ્વની અજાયબીમાં સામેલ તાજ મહેલના ઇતિહાસ વિશે જણાવી રહ્યા છીએ.

તાજ મહેલ (Taj Mahal)ને ભલે મુમતાજના નામથી ઓળખવામાં આવતો હોય પરંતુ તેમાં માત્ર મુમતાજ મહેલનો જ મકબરો નથી પણ શાહજહાની બે અન્ય બેગમ પણ આ પરિસરમાં દફન છે. મુમતાજ મુખ્ય ગુંબજમાં દફન શાહજહાં પાસે છે તો પૂર્વી ગેટ પર સરહિંદી બેગમનો મકબરો છે, જેને ઇજ્જુનિશાં બેગમના નામથી ઓળખવામાં આવે છે. પશ્ચિમી ગેટ પર ફતેહપુરી બેગમનો મકબરો છે. આ ત્રણેય સિવાય ચોથી બેગમ ખંદારી બેગમનો મકબરો તાજ મહેલની બહાર છે. આ પૂર્વી ગેટની બહાર કાલી (સંદલી) મસ્જિદ પાસે છે. તાજમાં નકલી કબર માત્ર શાહજહાં અને મુમતાજની છે, જે અસલીની સાથે બનાવવામાં આવી હતી.

ઇતિહાસકાર રાજ કિશોર રાજે અનુસાર અર્જુમંદ બાનો બેગમ એટલે કે મુમતાજ મહેલ અલ જમાનીની 17 જૂન 1631માં મૃત્યુ બાદ શોકમાં ડુબેલા શાહજહાંએ યાદગાર મકબરાનું કામ શરૂ કરાવ્યુ હતુ. 1631માં જ તાજ મહેલનો પાયો નાખવામાં આવ્યો હતો. 22 જૂન 1632માં જ્યારે મુમતાજ મહેલનો પ્રથમ ઉર્સ મનાવવામાં આવ્યો ત્યારે તાજ મહેલનો લાલ પત્થરનો બેસ તૈયાર થઇ ગયો હતો, જેની પર ટેન્ટ લગાવીને ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી.

અહેમદ લાહોરીની ડિઝાઇન, અમાનત ખાનની કેલીગ્રાફી

તાજ મહેલની ડિઝાઇન ઉસ્તાદ અહેમદ લાહોરીએ તૈયાર કરીને શાહજહાંને બતાવી હતી. શિરાજથી અમાનત ખાનને ગુંબજ પર કેલીગ્રાફીનું કામ સોપવામાં આવ્યુ હતુ. ગયાસુદ્દીને મકબરાના પત્થર પર ઇબારત લખી હતી. તુર્કીના ગુંબજ બનાવવાના શિલ્પી ઇસ્માઇલ ખાન આફ્રિદીને ગુંબજ બનાવવાની જવાબદારી સોપવામાં આવી હતી. 20 હજાર મજૂરો પર નજર રાખવા માટે મુહમ્મદ હનીફને અધીક્ષક બનાવવામાં આવ્યા હતા.

10 વર્ષમાં બન્યો મકબરો

26 મે 1633માં બીજા ઉર્સમાં ટેરેસ અને પ્લેટફોર્મ બનાવવામાં આવી ચુક્યુ હતુ. 10 વર્ષમાં મુખ્ય ગુંબજનું કામ પુરૂ કરી લેવામાં આવ્યુ હતુ. શાહજહાંની કહાની બાદશાહ નામામાં તેનો ઉલ્લેખ છે. 1643માં મુમતાજ મહેલની કબરના ચારેય તરફ સોનાની જાળી લગાવવામાં આવી જે વર્તમાન સંગેમરમરી કબર જેવી જ હતી. મુખ્ય ગુંબજનું કામ પુરૂ થયા બાદ શાહી મસ્જિદ અને તેની સામે મહેમાનખાના અને અંતમાં રોયલ ગેટ અને ફોરકોર્ટનું કામ કરાવવામાં આવ્યુ હતુ.

મુમતાજને દફનાવતા સમયે શાહજહાં હાજર ન હતા

ઇતિહાસકાર રાજ કિશોર રાજ જણાવે છે કે બુરહાનપુરથી મુમતાજનો શબ તાજ મહેલમાં લાવીને પહેલા અસ્થાઇ રીતે દફનાવવામાં આવ્યો હતો. શબ લઇને તેમનો પુત્ર શાહશુજા આવ્યો હતો. સુપુર્દ એ ખાક સમયે શાહજહાં ત્યા હાજર ન હતા.

112 વર્ષ જૂની ફાનસથી રોશન છે કબર

બ્રિટિશ વાયસરોય લોર્ડ કર્જને ઇજિપ્તના પાટનગર કાહિરામાં ફાનસ જોઇ અને તે રીતની ફાનસ બનાવીને 16 ફેબ્રુઆરી 1908માં મુમતાજની કબર ઉપર લગાવડાવી હતી. આ પીત્તળની બનેલી છે પરંતુ સોના અને ચાંદીથી મઢવામાં આવી હતી. એક વર્ષ પછી 1909માં લાહોરના માયો સ્કૂલ ઓફ આર્ટથી ફાનસ બનાવવામાં આવી જેને રોયલ ગેટ પર લગાવવામાં આવી છે.

શાહજહાંએ ક્યારે અને કેમ બનાવડાવ્યો તાજ મહેલ?

શાહજહાંએ 17મી સદીમાં પોતાની બેગમ મુમતાજની યાદમાં તાજ મહેલ બનાવડાવ્યો હતો. 1560 આસપાસ દિલ્હીમાં બનેલા હુમાયુંના મકબરાની તર્જ પર તાજ મહેલ બનાવવામાં આવ્યો હતો. જેની માટે 42 એકર જમીન પસંદ કરવામાં આવી હતી, જેના ચારેય મીનારા 139 ફૂટ ઉંચા છે અને સૌથી ઉપર એક છત્રી લગાવવામાં આવી છે. તાજ મહેલના નિર્માણનું કામ જાન્યુઆરી 1632માં શરૂ થયુ હતુ અને આ 1655માં બનીને તૈયાર થયુ હતુ.

શાહજહાંના સમયના ઇતિહાસકાર અબ્દુલ હમીદ લાહોરીએ તાજ મહેલ બનાવવાની કિંમત ત્યારના સમયમા 50 લાખ રૂપિયા જણાવી હતી. જો કે, બીજા ઇતિહાસકારોનું માનવુ છે કે આ કિંમત માત્ર મજૂરોને આપવામાં આવેલા વેતનની છે અને તેમાં ભવનમાં લાગનારા સામાનની કિંમતને સામેલ કરવામાં નથી આવી. બાદમાં મળેલા દસ્તાવેજોના આધાર પર કેટલાક ઇતિહાસકારોએ તાજ મહેલ બનાવવાની કિંમત 4 કરોડો રૂપિયા આંકી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here