ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મજયંતિ નિમિત્તે ભાવનગરના મહુવામાં શોભાયાત્રા નીકળી. આ કાર્યક્રમમાં હિન્દુ-મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પીણાંનું આયોજન કરવામાં આવ્યું.

ભાવનગર,

મહુવામાં ડો. બાબા સાહેબ આંબેડકરની 131 જન્મ જયંતિ નિમિત્તે મહુવાના નુતન નગર ખાતે કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. તેમાં ખાસ ઉપસ્થિત પુજ્ય મોરારી બાપુ તથા રાજ્ય કક્ષાના મંત્રી આર સી મકવાણા, પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કલસરીયા ઉપસ્થિત રહ્યા હતા. બાપુએ બાબા સાહેબ આંબેડકરને ફુલહાર તેમજ સુતરની આટી પહેરાવી તેમજ પગે લાગ્યા હતા.

ત્યારબાદ મોરારી બાપુ અને રાજ્યકક્ષાના મંત્રી આર સી મકવાણાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ આગળ વધાર્યો હતો. ત્યારબાદ રેલીને ઝંડી આપીને રેલી જાહેર માર્ગ પર નીકળી હતી. તેમાં રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કુબેર બાગ તેમજ બગીચા ચોક તેમજ વાસી તળાવ વિવિધ વિસ્તારમાં ઠંડા પીણાંનું આયોજન કરવામાં આવ્યું.

મહુવામાં ડો. બાબાસાહેબ આંબેડકરની 131 જન્મ જયંતિ નિમિત્તે મહુવાના નુતન નગર ખાતે કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. તેમાં ખાસ ઉપસ્થિત પુજ્ય મોરારી બાપુ તથા રાજ્ય કક્ષાના મંત્રી આર સી મકવાણા, પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કલસરીયા ઉપસ્થિત રહ્યા હતા. બાપુએ બાબાસાહેબ આંબેડકરને ફુલહાર તેમજ સુતરની આટી પહેરાવી તેમજ પગે લાગ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here