ડોક્ટરની ભૂલ : પ્રસુતિ સમયે મહિલાના પેટમાં કપડાનો ટુકડો ભૂલી ગયા

0


રાજકોટ,તા.૨૪
આજકાલ ડોક્ટરોની ભૂલના કારણે એવા વિચિત્ર કેસ સામે આવી રહ્યા છે કે જાણીને આપણને સ્વાભાવિક રીતે નવાઈ લાગે. હાલ રાજકોટમાં આવો જ એક કેસ સામે આવ્યો છે, જેની સજા મહિલાને ભોગવવી પડી છે. ડોક્ટરની ભૂલની સજા મહિલાને ચાર વર્ષ સુધી ભોગવવી પડી હતી.

જૂનાગઢ જનાના હોસ્પિટલમાં સિઝીરીયન ડિલવરી દરમ્યાન તબીબી બેદરકારીને લીધે મહિલાના પેટમાં કાપડનો ટૂકડો રહી જતા તેને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ઓપરેશન બાદ મહિલાને પેટમાંથી કપડાનો ટૂકડો નિકળતા ચકચાર મચી જવા પામી છે. કેશોદમાં કરાણીયા બાપા પાર્કમાં રહેતી મીનાબેન દીલીપભાઈ સાવલીયા (ઉ.વ.૪૦) નામની મહિલાએ જૂનાગઢ જનાના હોસ્પિટલમાં ચાર વર્ષ પહેલા સિઝીરીયન ડિલવરી કરાવી હતી. તે દરમ્યાન તેને પેટમાં દુખાવાની બિમારી થતા તેને વધુ સારવાર દરમ્યાન રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જેને આજે સારવાર દરમ્યાન તપાસ કરતા તબીબો ચોંકી ઉઠ્યા હતા. મહિલાને પેટમાં કપડાનો ટૂકડો દેખાતા ઓપરેશન બાદ કાપડનો ટૂકડો બહાર કાઢ્યો હતો.

જાણવા મળતી માહિતી મુજબ મીનાબેન સાવલીયાને જૂનાગઢ જનાના હોસ્પિટલમાં સિઝીરીયન ડિલવરી કરાવી હતી. તે દરમ્યાન તબીબી બેદરકારીને કારણે પેટમાં કાપડનો ટૂકડો રહી ગયો હતો. જેથી પેટમાં દુખાવાની બિમારી થતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તબીબે સફળ ઓપરેશન કર્યું હતું. બનાવને પગલે મહિલાને પરિવારજનોએ જાણ કરતા પ્રનગર પોલીસ હોસ્પિટલે દોડી ગઈ હતી પરંતુ તબીબી બેદરકારી સામે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here