ડબલ-મર્ડર : ઉપલેટામાં લવમેરેજમાં સગા ભાઈએ સરાજાહેર બહેન-બનેવીની તીક્ષ્ણ હથિયારથી કરી હત્યા

0

(અબરાર એહમદ અલવી)

ઉપલેટા,

રાજ્યમાં સરાજાહેર હત્યાના બનાવો વધી રહ્યા છે. એક પણ દિવસ એવો હોતો નથી કે કોઇ હત્યાનો બનાવ ન બન્યો હોય. અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઇ ડર હોય તેમ લાગતુ નથી. ક્યારેક અંગત અદાવતમાં તો ક્યારેક પૈસાની લેતી દેતીમાં, અને હવે તો પ્રેમ પ્રકરણમાં પણ હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે રાજકોટના ઉપલેટામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે..

પોલીસ તપાસમાં પ્રેમ પ્રકરણમાં હત્યા કરાયા હોવાનું સામે આવી રહ્યુ છે. મળતી માહિતી મુજબ યુવતીએ 6 મહિના પેહલા જ પ્રેમ લગ્ન કર્યા હતા જે બાબતે ભાઇએ ખાર રાખ્યો હતો. સગા ભાઇએ જ બહેન-બનેવીને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here