Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ટ્રાફિકનો ભંગ કરનારા સાવધાન : પોલીસ પીઓએસ મશીનથી દંડ વસૂલશે


અમદાવાદ,તા.૩૦

ટ્રાફિકના નિયમ ભંગ કરીને દંડ ન ભરવાના બહાના હવે નહિ ચાલે. કારણ કે અમદાવાદ ટ્રાફિક પોલીસ વધુ ડિજીટલ બની છે. એટલે કે સ્થળ પર જ હવે POS મશીન દ્વારા દંડ વસુલી શકાશે. અમદાવાદના અલગ અલગ ૧૫૦ સ્થળ પર ૧૫૦ મશીન રાખવામાં આવ્યા છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ હવે ડિજિટલ યુગ તરફ આગળ વધી રહી છે. પહેલા ટ્રાફિકના નિયમનો ભંગ કરનારને સીસીટીવી થકી ઈ મેમો મોકલવાની શરૂઆત કરવામાં આવી અને હવે પીઓએસ મશીન દ્વારા સ્થળ પર ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ત્યાં જ દંડ વસુલશે.

લોકો જે બહાના કરતા હતા કે રોકડા રૂપિયા નથી, સાથે ઓનલાઇન દંડ ભરી તો પાવતી નથી મળતી ત્યારે હવે લોકોના આ ખોટા બહાના નહિ ચાલે. કારણે કે ટ્રાફિક પોલીસ પાસે ૧૫૦ પીઓએસ મશાીન આવી ગયા છે. જેના થકી જ નિયમનો ભંગ કર્યો અને ભંગ કરનાર પાસે રોકડા રૂપિયા ન હોય તો તે તેના ડેબિટ કે ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરીને દંડ ભરી દેવો પડશે અને ત્યા જ તેને પીઓએસ મશીનમાંથી સ્લીપ પણ આપી દેવાશે. એટલે હવે અમદાવાદની જનતાના ટ્રાફિક ભંગને લઈ કોઈ જ બહાને બાજી નહિ ચાલી શકે.

શહેરના તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા કરોડો રૂપિયાનો દંડ ઉઘરાવવામાં આવ્યો છે. ત્યારે હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ ૧૫૦ પીઓએસ મશીનથી અગાઉનો બાકી દંડ પણ લેશે. સાથે જ સ્થળ પર નિયમનો ભંગ કરશે તો દંડ ઉઘરાવશે. જેમા હાલ માસ્કનો દંડ, સિગ્નલ ભંગ, હેલમેટ ન પહેર્યુ હોય તે તમામ દંડ વસુલાશે. પીઓએસ મશીનથી ટ્રાફિક ભંગ કરનારા ફોટા પણ પાડી શકાય છે. જાે દંડ ભરવામાં આનાકાની કરે તો ફોટો પાડી ઇ મેમો પણ જનરેટ કરવામાં આવી શકે છે તેવું આ એપ્લિકેશન બનાવનાર વસીમભાઈએ જણાવ્યું હતું.

4 COMMENTS

  1. Hey! Do you know if they make any plugins to assist with SEO?
    I’m trying to get my blog to rank for some targeted keywords but I’m not seeing very good success.
    If you know of any please share. Kudos! You can read similar text here: Dobry sklep

  2. Howdy! Do you know if they make any plugins to assist
    with SEO? I’m trying to get my blog to rank for some targeted keywords but I’m not seeing very good success.
    If you know of any please share. Appreciate
    it! You can read similar blog here: Scrapebox List

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *