ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ઘોડેસવાર ફવાદ મિર્ઝા ફાઇનલમાં પહોંચ્યા

0


ટોક્યો,તા.૨
ભારતીય ઘોડેસવાર ફવાદ મિર્ઝા ફાઇનલમાં પહોંચ્યા છે. જમ્પિંગ ઇન્ડિવિઝ્યુઅલ ફાઇનલ્સ માટે તેઓ ક્વોલિફાય થયા છે. તેઓ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ૨૫મા નંબરે રહ્યા છે. ઓલિમ્પિકના ૨ દસકાથી પણ વધુ સમય પછી એકમાત્ર ભારતીય ફવાદ મિર્ઝા રવિવારે ક્રોસ કંટ્રી રાઉન્ડ પછી ૧૧-૨૦ પેનલ્ટી પ્વોઇંટ સાથે ૨૨માં નંબર પર રહ્યા હતા. આજે ફવાદ ર્મિજાએ વ્યક્તિગ શો જંપિંગ ક્વાલીફાયરમાં જાેરદાર પ્રદર્શન કર્યું હતું. તેમજ તેઓ જંપિંગ ઇન્ડિવ્યુઝઅલ ફાઇનલ માટે ક્વોલિફાઇ થઈ ગયા છે.

બીજી તરફ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ક્વાટર ફાઈનલમાં ભારતની જીત થઈ છે. પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમો ગોલ કરી શકી નહોતી. બીજા ક્વાર્ટરમાં ટીમ ઈન્ડિયાએ ગોલ કર્યો હતો. ગુરજીત કૌરે શાનદાર પ્રદર્શન કરીને ગોલ ફટકારી ભારતને લીડ અપાવી હતી. ત્રીજા ક્વાર્ટરમાં પણ બંને ટીમો ગોલ કરી શકી નહોતી. જેના કારણે ટીમ ઈન્ડિયા ૧-૦થી વિજયી બની હતી. સ્પોટ્‌ર્સ મંત્રી અનુરાગ ઠાકુરે ટ્‌વીટ કરીને લખ્યું, મહિલા હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે. આપણે પ્રથમ વખત ઓલિમ્પિકની સેમી ફાઈનલમાં પહોચ્યા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here