ટેસ્ટ મેચમાં કિવી ઓપનરે એક બોલમાં સાત રન લીધા

0


ક્રાઈસ્ટચર્ચ,

ન્યુઝીલેન્ડની ઇનિંગ્સની ૨૬મી ઓવરનો બોલર બાંગ્લાદેશનો ઇબાદત હુસૈન હતો અને સ્ટ્રાઈક પર ન્યુઝીલેન્ડનો ઓપનર વિલ યંગ હતો, જે આ સમયે ૨૬ રન બનાવીને રમી રહ્યો હતો. ઓવરનો છેલ્લો બોલ વિલ યંગના બેટની કિનારી લઈને બીજી સ્લિપમાં ગયો હતો, જ્યાં તેનો કેચ છોડવામાં આવ્યો હતો તેમજ મિસફિલ્ડ પણ થઈ હતી. એટલે કે જીવત દાન આપવાની સાથે બાંગ્લાદેશે રન પણ આપ્યા. આમ તો બોલને બાઉન્ડ્રી પર ફિલ્ડ કરવામાં આવ્યો હતો. પરંતુ, મામલો અહીં પૂરો ન થયો. એ દરમિયાન, વિલ યંગે દોડીને માત્ર ૩ રન લઇ લીધા હતા. ત્યારે બોલર નુરુલ હસનના થ્રોને પકડી ન શક્યો અને બોલ સીધો બાઉન્ડ્રીની પાર ગયો. આ જે બોલ પર જ્યાં વિલ યંગ આઉટ થઈ શક્યો હોત. ત્યાં તેને ૭ રન મળ્યા અને તેનો સ્કોર ૨૬ રનથી ૩૩ રન પર પહોંચ્યો હતો. ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં વિલ યંગે ૫૪ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ૧૧૪ બોલનો સામનો કર્યો અને ૫ ચોગ્ગા ફટકાર્યા. આ તેની ટેસ્ટ કારકિર્દીની પાંચમી અડધી સદી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે કેપ્ટન ટોમ લાથમ સાથે ઓપનિંગ વિકેટ માટે સદીની ભાગીદારી પણ કરી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે ૧૪૮ રનની મોટી ભાગીદારી થઈ હતી. ક્રિકેટમાં એક બોલ પર મહત્તમ ૬ રન બને છે. પરંતુ, ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં આ બેટ્‌સમેનને આના કરતા થોડો વધારે ૭ રન મળ્યા છે. ન્યૂઝીલેન્ડના ઓપનર વિલ યંગે એવો શાનદાર શોટ રમ્યો, જેના પર તેને ૧, ૨, ૩, ૪, ૫ કે ૬ નહીં પણ ૭ રન મળ્યા. ન જાણીને નવાઈ લાગી. પરંતુ તે થયું છે અને, આ નજારો ક્રાઈસ્ટચર્ચમાં જાેવા મળ્યો છે, જ્યાં ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી અને છેલ્લી મેચ રમાઈ રહી છે. આ અદ્ભુત દ્રશ્ય રોસ ટેલરની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચમાં જાેવા મળ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here