ટીવી એન્કર ઇશુદાન ગઢવી રાજીનામા પછી “આપ”માં જોડાશે : સૂત્રો

0

(અબરાર અલ્વી)

અમદાવાદ,તા.૩

પ્રખ્યાત ટીવી એન્કર ઇશુદાન ગઢવી ઇલેકટ્રોનીક મીડિયાનો એક ખુબ જ પ્રચલીત ચેહેરો છે તેમની મનોમંથન ડીબેટ દ્વારા નીડર પત્રકારત્વ કરીને ગામડાઓમાં ખુબ જ પ્રચલીતતા મેળવી છે. મંગળવારે વીટીવીમાં ઇશુદાન ગઢવીનો અંતિમ દિવસ હતો કારણ કે તેમણે વીટીવી ન્યૂઝ ચેનલના એડીટરની પોસ્ટ પરથી રાજીનામું આપી દીધું છે. ઇશુદાન ગઢવીના રાજીનામાએ મીડિયા જગતમાં અને રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે. આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઇશુદાન ગઢવી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું જાણવામાં આવી રહ્યું છે. ઇશુદાન ગઢવી આ અંગેની ટૂંક સમયમાં અધિકૃત જાહેરાત કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here