દેશમાં કોરોના સંક્રમિત કેસોમાં ભારે ઉછાળો આવી ગયો છે અને ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે પહોંચી ગયું છે તે સાથે ભારતમાં ઉત્પાદિત કોરોના વેક્સિન વિશ્વમાં પ્રથમ હરોળમાં પહોંચી ગઈ હતી ત્યારે જ દેશમાં કોરોના કેસોનો અજગરી ભરડો વધી જતા કેન્દ્ર સરકારે કોરોના રસી નિકાસ પર પ્રતિબંધ ફરમાવી દેવાની ફરજ પડી છે. અને આ સમયમાં જ રશિયાની કોરોના વેક્સિન સ્પુટનિક ફાઈવને દેશમાં ત્રીજી રસી સફળ બની રહી છે. ત્યારે ભારતમાં રસી ઉત્પાદન કરતી કેમિકલ કંપનીઓ પણ છે પરંતુ સરકાર આવી કંપનીઓ તરફ ધ્યાન આપતી નથી તેની પાછળ જે પણ કારણ હોય…..! આવી રસી ઉત્પાદન કરતી એક કંપની વડોદરામા હોવાનું બહાર આવ્યું છે. પરંતુ સરકારમા આ કંપની અંગે કઈ ધ્યાનમાં છે કે નહીં…. કે પછી મંજૂરી આપતી નથી….? તેવો સવાલ લોકોમાં ઉઠવા પામ્યો છે…. આ કંપનીની કાર્યક્ષમતા રોજની દસ હજાર રસીના ડોઝ ઉત્પાદન કરવાની છે. આવા સમયમાં ગુજરાત રાજ્ય મહારાષ્ટ્ર રાજ્ય પછી કોરોના સંક્રમિત કેસોમાં હોટસ્પોટ બની ગયું છે. ગુજરાતમાં રોજેરોજ કોરોના પોઝિટિવ કેસનો આંકડો વધતો જઈ રહ્યો છે છેલ્લાં ૨૪ કલાકમાં ૬૬૯૦ નવા કેસો સામે આવ્યા છે તો ૬૭ વ્યક્તિના મોત થયા છે. સુરત, અમદાવાદ, વડોદરા શહેરમાં સિવિલ હોસ્પિટલ બહાર ૧૦૮ એમ્બ્યુલન્સની લાઈન લાગે છે અને દર્દીને દાખલ કરવા માટે ચારથી છ કલાકનો સમય લાગી રહ્યો છે…. તો સ્મશાનગૃહમાં પણ અગ્નિદાહ આપવા માટે વેઈટીગ ચાલી રહ્યું છે. અને આવા સમયે માનવતા પણ વિસરાઈ ગઈ હોય તેમ સુરતના જ શ્મસાનગૃહમાં વધુ પૈસા આપનારને અગ્નિદાહ માટે પ્રાથમિકતા આપવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે…. જેના વીડિયો પણ વાયરલ થઇ ગયા છે. તો કોરોનાથી સુરક્ષા માટેની પીપીઈ કીટો બાળી નાખવાના બદલે જ્યાં ત્યાં ફેકી દેવાની ઘટનાઓ પણ બહાર આવી છે ત્યારે આમ પ્રજાએ કોરોના સાંકળ તોડવા માટે જે જાગૃતિ બતાવી…જેમા મોટાભાગના માર્કેટયાર્ડ, હજારો નાના-મોટા તમામ પ્રકારનાં બજારો કે મોટા ભાગના મંદિરો સ્વયંભૂ બંધ કરીને જે જાગૃતિ બતાવી છે તેવી જ રીતે આમ પ્રજાએ નગણ્ય ઘણી બાબતો પર ધ્યાન આપવાની વધુ જરૂર છે કદાચ તમે ખુદ કોરોના સ્પ્રેડર બની જાવ નહી…એટલે કે માસ્ક, ડિસ્ટન્સ, હાથ ધોવા તથા પીપીઈ કીટ, થ્રી લેયર કે ૯૫ માસ્ક જેવી વસ્તુઓ જ્યાં ત્યા ન ફેકતા તેને બાળી નાખો એજ સલામતી માટે મોટો ઉપાય છે…..!
ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકારના અનેક પ્રજાહિતના કામો કર્યાંના દાવા કરવા બાબતેની રજૂઆતના સરકારના ચીથરા ઉડાડી દઈને કહેવું પડ્યું કે લોકો ભગવાન ભરોસે છે…જાે કે રાજ્યમાં મોટા ભાગની ચૂંટણીઓ પુરી થઈ ગઈ છે પરંતુ મોરવાહડફની ચૂંટણી રોકી નથી….. ત્યારે સરકારે સમજવાની જરૂર છે. તે સાથે હાઇકોર્ટે સરકારને સલાહ અને નિર્દેશ આપતા ગુજરાત સરકારે અનેક નિયમો લાદી દીધા છે પરંતુ મીની લોકડાઉન જાહેર કરતા અચકાય છે….કારણ કદાચ મોરવાહડફ ચૂંટણી…..!! જ્યારે કે રાજ્યમાંથી મોટાભાગના પરપ્રાંતીઓ સરકાર પર ભરોસો ન હોવાના કારણે વતન રવાના થઈ ગયા છે…તો અનેકો જવા નીકળી રહ્યા છે અને અનેક પહોંચી પણ ગયા છે… બીજી તરફ રાજ્યમાં કરિયાણું, કઠોળ, શાકભાજી સહિતની ચીજવસ્તુઓનાં ભાવો વધારી દઇને આમ પ્રજાને લૂંટવામાં આવી રહી છે અને ત્યારે જ ટોરેન્ટ પાવર કંપનીએ એનર્જી ચાર્જ તરીકે યુનિટી દીઠ ૧૦ પૈસાનો વધારો કરીને લોકોને પડતા ઉપર પાટું માર્યું છે. ત્યારે ગુજરાત સરકાર મૌન છે….! આને શું કહેવાય…. શું સરકારની ફરજ મોંઘવારી ડામવા પગલા લેવાની નથી……? કે જ્યારે મુખ્યમંત્રી કહેતા હોય કે તિજાેરીની ચિંતા કર્યા વગર ગુજરાત સરકારે રાત-દિવસ જાેયા વગર કામ કર્યું છે એપ્રિલના શરૂના ૧૦ દિવસમા ૩,૫૦,૦૦૦ રેમડિસીવીર ઈન્જેક્સનો નાગરિકો માટે ઉપલબ્ધ કરાવ્યા, તો અનેક હોસ્પિટલો ખાતે બેડમાં વધારો કરાવવામાં આવ્યો છે, અને કોરોના માટે નવી હોસ્પિતાલ વ્યવસ્થા કરાવી છે…. તો પછી ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકારનો કાન કેમ આમળ્યો પડ્યો….કોર્ટ ખોટી રીતે સરકારને આડે હાથ લેજ નહી…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here