જેઠ બન્યો નફ્ફટ : મહિલાને બાથ લઇ કહ્યું તારા વગર મન નથી લાગતું

0

અમદાવાદ,
શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક યુવતીએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેણે આક્ષેપ કર્યો છે કે લગ્ન બાદ તેનો પતિ દારૂ પીને માર મારતો હતો. યુવતીનો જેઠ તેને બાથ ભરી ઝકડી રાખતો અને છેડતી કરી અડપલાં કરી તારા વગર મન નથી લાગતું કહી પજવતો હતો. સમગ્ર બાબતની જાણ આ યુવતી સાસરિયાઓને કરે તો તેને ભૂત વળગ્યું છે કહીને તાંત્રિક વિધિ કરાવતા હતા.

સૈજપુર બોઘા ખાતે રહેતી ૩૧ વર્ષીય યુવતીના વર્ષ ૨૦૧૪માં પંજાબ ખાતે રહેતા એક યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ આ યુવતી સાસરે રહેવા ગઇ હતી અને વર્ષ ૨૦૧૫માં તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો. જેથી તેના પતિ અને સાસરિયાઓનું વર્તન બદલાઈ ગયું હતું. દીકરીને જન્મ આપ્યા બાદ આ યુવતીને તેનો પતિ સાસુ-સસરા જેઠ-જેઠાણી કહેતા કે અમારે સંતાનમાં દીકરો જાેઈતો હતો અને તે દીકરીને જન્મ આપતા અમારા ઘરનો સત્યનાશ કરી નાખ્યો છે. આવા મહેણાં મારી આ યુવતીને સાસરિયાઓ અપમાનિત કરતા હતા અને તેનો પતિ રોજ દારૂ પીને તેને બિભત્સ ગાળો બોલતો અને વિરોધ કરે તો તેને માર પણ મારતો હતો.
આટલું જ નહીં જ્યારથી આ યુવતી લગ્ન કરી સાસરીમાં રહેવા ગઈ ત્યારથી તેનો જેઠ તેની ઉપર નજર બગાડતો હતો. યુવતી તેના જેઠને પિતા સમાન હોવાનું કહેતી ત્યારે તેનો જેઠ કહેતો કે તારા વગર મને મન લાગતું નથી તેમ કહી મરજી વિરુદ્ધ આ યુવતીને શારીરિક અડપલા કરી પકડી રાખતો હતો.

બાદમાં આ યુવતીને તેનો જેઠ ધમકી આપતો હતો કે ઘરમાં કોઈને જાણ કરીશ તો તારા પતિ સાથે છૂટાછેડા કરાવી દઈશ. છતાં આ યુવતીએ તેના પતિ સાસુ-સસરા અને જેઠાણી અને આ બાબતે વાત કરતા તેનો જ વાંક ગુનો કાઢી તેને કાળમુખી બનીને ઘરમાં આવી છે તેમ કહી અપમાન કર્યું હતું. યુવતીના સાસરિયાઓ નાની નાની વાતમાં ઝગડો કરી તેને ત્રાસ આપી ભૂત વળગ્યું છે તેવું કહી તાંત્રિક વિધિ કરાવતા હતા અને માતા-પિતાને જણાવશે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી તેને રાખતા હતા. આ યુવતીના પતિ અને સાસરિયાઓનો ચપ્પલ બનાવવાનો વેપાર વ્યવસ્થિત ચાલતો ન હોવાથી યુવતીના પિતાએ ભાડેથી જગ્યા અપાવી વેપાર શરૂ કરાવી આપ્યો હતો. બાદમાં પણ તેનો જેઠ શારીરિક અડપલા કરી તેનો જ વાંક કાઢી સાસરિયાઓ ભૂત વળગ્યું હોવાનું કહી તેને તાંત્રિક વિધિ કરાવતા હતા. આખરે મહિલાએ સાસરિયાઓથી કંટાળીને આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતી, ત્રાસ આપવો, માર મારવો સહિતની કલમો નોંધી તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here