જૂહી ચાવલાનો 5G કેસમાં કોર્ટે ઉધડો લીધો, રૂ. 20 લાખનો દંડ ફટકાર્યો

0

અભિનેત્રી જૂહી ચાવલાએ 5G મામલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી

5G કેસમાં અભિનેત્રી જૂહી ચાવલાને મોટો ફટકો પડ્યો છે. જૂહી ચાવલાએ 5G મામલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. 5G નેટવર્કથી રેડિયેશનથી થનારા નુકસાનને લઈને જૂહી ચાવલાની આ અરજી પર સુનાવણી પણ થઈ હતી. જો કે, હવે કોર્ટે આ મામલે અભિનેત્રીનો જ ઉધડો લીધો છે. એટલું જ નહીં કોર્ટે તેના પર 20 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

શુક્રવારે કોર્ટે કહ્યું હતું કે અભિનેત્રીએ કોર્ટની કાર્યવાહીનો દુરઉપયોગ કર્યો છે તેથી તેના પર દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે જૂહી ચાવલાનો ઉધડો લેતા કહ્યું હતું કે, એવું લાગી રહ્યું છે કે આ પબ્લિસિટી મેળવવા માટે કરવામાં આવ્યું છે કેમ કે, અરજીકર્તાને પોતાને જ ખબર નથી કે તેમની અરજી તથ્યો પર આધારીત નથી પરંતુ સંપૂર્ણ રીતે કાયદાકિય સલાહ પર આધારીત હતી. આ દંડ તેના પર પબ્લિસિટી માટે કોર્ટના સમયનો દુરઉપયોગ માટે લગાવવામાં આવ્યો છે. જૂહી ચાવલાની અરજી ફગાવી દેતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, પબ્લિસિટી માટે અરજી કરવામાં આવી છે અને કોર્ટની વિડીયો લિંક શેર કરી છે. આ સાથે જ કોર્ટે તે પણ કહ્યું છે કે અરજીકર્તાએ કોર્ટની સમગ્ર ફી પણ જમા નથી કરાવી જે દોઢ લાખથી ઉપર છે. જૂહી ચાવલાને એક સપ્તાહની અંદર આ રકમ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here