જુનિયર ગર્લ્સ રેકિંગમાં વર્લ્ડમાં નંબર-૧ મહેસાણાની તસનીમ મીર

0

મહેસાણા,

તસનીમ મીરના પરિવારમાં પિતા, માતા અને એક ભાઈ છે. માતા ગૃહિણી છે અને પિતા મહેસાણા પોલીસ ખાતામાં એ.એસ.આઇ તરીકે પોતાની ફરજ બજાવે છે. નાની વયે પોતાના પિતા કોચ બન્યા ત્યારે પિતા સાથે બેડમિન્ટનમાં તૈયાર થઈ, સતત પ્રેક્ટિસ અને દેશ-વિદેશની ટૂર્નામેન્ટોમાં રેન્કિંગ સાથે આગેકુચ કરતી તસનીમ મીરે હવે ભારતીય બેડમિન્ટન ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. હવે સાયના નેહવાલ સાથે રમશે.

મહેસાણાની તસનીમ મીર બુધવારે અંડર-૧૯ ગર્લ્સમાં વર્લ્ડ નંબર ૧ બની છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન દ્વારા આ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા છે. મહેસાણાની ૧૬ વર્ષીય તસનીમ મીર અંડર-૧૯ વર્લ્ડ નંબર-૧ બનનારી ભારતીય પ્રથમ બેડમિન્ટન ખેલાડી બની છે. તસનીમ મીર જુનિયર ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ જીતી હતી. જેમાંથી ૨૦૨૧માં ત્રણમાં મળેલી જીતને કારણે તે આ મુકામ સુધી પહોંચી છે. ઉંચી સિદ્ધિ હાંસલ કરતા હાલમાં તસનીમના પરિવારમાં ખુશીની લહેર ફરી વળી છે.

તસનીમ મીરના પિતાએ જણાવ્યું હતુ કે, ખર્ચ વધવાના કારણે એક સમયે તેમણે તસનીમને આ રમત છોડાવી દેવાનું વિચાર્યું હતું. નેશનલ અને આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ૬ વખત ચેમ્પિયન રહેલી મહેસાણાની ૧૬ વર્ષીય ખેલાડી તસનીમ મીરની તાજેતરમાં ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી કરાઈ છે. ઇન્ડિયન સિનિયર બેડમિન્ટન ટીમમાં નાની વયે પસંદગી પામનારી પ્રથમ ગુજરાતી ખેલાડી છે. એ દરમિયાન તસનીમને બેડમિન્ટન રમતા જાેઈ મને થયું કે તેનામાં રમવા માટેનું એક ટેલન્ટ છે. જેથી મેં પોતે જ તેને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું. હું પોતે ક્વોલિફાઈડ કોચ છું. તસનીમને ૩ વર્ષ માટે હૈદરાબાદ ગોપીચંદના ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવી હતી. બાદમાં તેણે આસામમાં પણ બે વર્ષ માટે ટ્રેનિંગ લીધી હતી. તસનીમ જ્યારે છ વર્ષની હતી, ત્યારથી તેણે બેડમિન્ટન રમવાની શરૂઆત કરી હતી. ધીમે ધીમે અભ્યાસની સાથે સાથે તેણે રમવાનું શરૂ કર્યું હતું. જાેકે હાલ તે ખૂબ ઊંચા શિખરે પહોંચી છે અને મારા માટે એ ગર્વની વાત છે. તસનીમ મીર અત્યાર સુધીમાં અલગ અલગ કેટેગરીમાં કુલ ૨૨ વખત ચેમ્પિયન રહી ચૂકી છે. બે વાર એશિયન ચેમ્પિયન બની છે. ૨૦૧૮ના ડબલ્સમાં ચેમ્પિયન થઈ અને ૨૦૧૯માં સિંગલમાં ચેમ્પિયન થઈ તેમજ વોર્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો છે. જ્યારે તસનીમે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું, ત્યારે તેનામાં રમવાની ધગશ હતી. જાે કે, આ રમતમાં વધુ ખર્ચ થતો હતો. જેથી મેં આ રમત છોડાવી દેવાનો વિચાર કરેલો, પરંતુ એ સમયગાળા દરમિયાન મિત્રો અને મારા અધિકારી દ્વારા મને તસનીમની રમત ચાલુ રાખવા જણાવ્યું હતું. ત્યારબાદ કેટલાક પરિચિતો દ્વારા મદદ મેળવી તેને વધુ આગળ રમવા મોકલી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here