જુગારધામ મામલે ડીજી આશિષ ભાટિયાની મોટી કાર્યવાહી : 3 ઉચ્ચ અધિકારીઓ સસ્પેન્ડ

0

અમદાવાદ,

શહેરના દરિયાપુર વિસ્તારમાંથી થોડા દિવસ અગાઉ ઝડપાયેલા જુગારધામ મામલે ડીજી આશિષ ભાટિયાએ મોટી કાર્યવાહી કરી છે. દરિયાપુર પોલીસ સ્ટેશનના PI વાય આર જાડેજા, ડી સ્ટાફ PSI કે. સી. પટેલ અને ડી સ્ટાફના તમામ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તાજેતરમાં મસમોટી મનપસંદ જુગાર કલબ પ્રકરણમાં દરોડો પડતા 180થી વધારે સકુનીઓને લાખોની રોકડ સાથે પકડ્યા હતા. ડીજીપી આશીષ ભાટિયાએ બેદરકારી દાખવનાર દરિયાપુર પોલીસને જવાબદાર ઠેરવી સસ્પેન્ડ કરવામાં આવતા સમગ્ર ગુજરાત પોલીસમાં ચકચાર મચી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here