જીસીએસ હોસ્પિટલ દ્વારા હૃદયરોગની તપાસ માટે નિઃશુલ્ક કેમ્પનું આયોજન

0


અમદાવાદ,

છેલ્લા દાયકામાં હૃદય સંબંધીત રોગો ભારત તથા સંપૂર્ણ વિશ્વમાં મૃત્યુના કારણોમાં સૌથી અગ્રેસર છે. ખાસ કરીને આજના કોવિડ-19ના સમયમાં હૃદયની સંભાળ રાખવી ખુબ જરૂરી છે. 60 વર્ષથી વધુ ઉંમરવાળા લોકો તેમજ હૃદયરોગ અને તેને લગતા પરિબળો ડાયાબિટીસ, હાઈપરટેંશનના દર્દીઓએ વધારે સાવચેતી રાખે તે ખુબ જરૂરી છે.

અત્યારના કોવીડ-19ના સમયમાં હૃદયરોગોનું સમયસર નિદાન થાય તેમજ દર્દીઓને સુરક્ષિત રીતે તપાસ અને સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા 21 જૂન થી 30 જૂન સુધી મફત કાર્ડીઓલોજી કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં નિષ્ણાંત કાર્ડીઓલોજીસ્ટ દ્વારા નિઃશુલ્ક કન્સલ્ટેશનનો લાભ મળશે તથા તેમની સલાહ મુજબ ઇ. સી. જી, ડબલ્યુ. બી. સી, સુગર, પેશાબ, ક્રિએટિન, સોડિયમની ની:શુલ્ક તપાસ થશે.

જીસીએસ હોસ્પિટલમાં હૃદય રોગની સુરક્ષિત રીતે તપાસ, સારવાર, ઓપરેશન માટે નિષ્ણાંત કાર્ડીઓલોજીસ્ટસ ડો. જીત બ્રહ્મભટ્ટ, ડો. રૂપેશ સિંઘલ અને ડો. જીશાન મન્સૂરી તેમજ કાર્ડીઓથોરાસિક સર્જન ડો. સુરેશ ભાગ્ય અને ડો. અલ્પેશ પટેલની ટીમ કેમ્પમાં સેવા આપશે. અત્યાધુનિક કેથલેબ અને કાર્ડીઓથોરાસિક ઓપેરેશન થિયેટરથી સુસજ્જ કાર્ડિયાક વિભાગમાં મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજના અને આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને પણ નિઃશુલ્ક સારવારનો લાભ મળશે.

જીસીએસ હોસ્પિટલએ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here