અમદાવાદ,

કરોડરજ્જુ-મણકાને લગતી તકલીફો માટે દર્દીઓને સમયસર અને સંપૂર્ણ રીતે સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા 25 ઓક્ટોબર થી 30 ઓક્ટોબર સુધી નિ:શુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જીસીએસ હોસ્પિટલના કરોડરજ્જુના નિષ્ણાત સુપર-સ્પેશીયાલીસ્ટ ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન મળશે. આ નિ:શુલ્ક કેમ્પમાં સ્પાઇન સર્જન ડો. જવલંત પટેલ, ડો. સાગર શર્મા અને ડો. શર્વિલ ગજ્જર દ્વારા દર્દીઓને માર્ગદર્શન મળશે.

આ કેમ્પમાં કરોડરજ્જુને લગતી તકલીફો જેવી કે કમર અને ડોકનો દુખાવો, મણકાના ફેકચર, ગાદીમાં ઘસારો, ગાદી ખસી જવી, ગાંઠ (સ્પાઈનલ કોર્ડ ટ્યુમર), જન્મજાત ખોડખાંપણ-ઈજા-ગાંઠ, હાથપગમાં આવતી કમજોરી, ઝણઝણાટી, કરોડરજ્જુનો ટી.બી. અને કરોડરજ્જુને લગતી અન્ય બીમારીઓ વિષે માર્ગદર્શન
મળશે તથા તેમની સલાહ મુજબ શ્વેતકણો, સુગર, પેશાબ, ક્રિએટિનની નિ:શુલ્ક તપાસ થશે તેમજ અન્ય રિપોર્ટ પણ રાહતદરે કરી આપવામાં આવશે.

આ કેમ્પમાં ભાગ લેવા દર્દીઓ 93135 67107 / 9228102019 પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જીસીએસ હોસ્પિટલમાં બધી જ જનરલ અને સુપર-સ્પેશિયાલિટીઓમાં દર્દીઓની સુરક્ષિત સારવાર નિયમિત રીતે ઉપલબ્ધ છે. જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here