મારી નાંખવાની ધમકી અપી ૫૫ હજાર પણ પડાવી લીધા
જામનગર,
જામનગરમાં પટણીવાડ વિસ્તારમાં રહેતી એક યુવતીને ફેશબુકના માધ્યમથી ફ્રેન્ડશીપ કરવી ભારે પડી છે, અને મોરબીના એક શખ્સે ફ્રેન્ડશીપ કર્યા પછી દગો કર્યો છે. જામનગરમાં રહેતી યુવતીના ઘેર આવી અશ્લીલ હરકતો કરી બિભત્સ માંગણી કર્યાની અને લગ્નનો પ્રસ્તાવ કર્યા પછી ૫૫ હજાર રૂપિયા ઉછીના લઈ જઈ પરત નહીં આપી ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતા ચકચાર જાગી છે. આરોપીના પિતા દ્વારા પણ પોલીસ ફરિયાદ કરશે તો પતાવી દેવાની ધમકી અપાઈ હતી. સમગ્ર મામલે સીટી એ ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટણીવાડ વિસ્તારમાં રહેતી એક ૨૧ વર્ષીય અપરિણીત યુવતી કે જેને મોરબીમાં રહેતા કરણ પ્રવીણભાઈ ચૌહાણ નામના વ્યક્તિ સાથે ફેસબુકમાં ફ્રેન્ડશીપ થઈ હતી અને મોબાઈલ ફોનમાં વાતચીત કર્યા પછી લગ્નનો પ્રસ્તાવ આપી પ્રવીણ જામનગરમાં યુવતીના ઘેર આવ્યો હતો, અને અશ્લીલ હરકતો કરી શારિરીક અડપલા કર્યા હતા. ઉપરાંત અભદ્ર માગણી કરી તેની પાસેથી ૫૫ હજાર ઉછીના લઈ લીધા હતા, અને પરત દેવાનો ઇનકાર કરી દીધો હતો. કરણ ના પિતા પ્રવિણભાઈએ પણ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરશે તો પતાવી દેવાની ધમકી ઉચ્ચારી હતી.

આખરે ઉપરોક્ત સમગ્ર મામલો સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ઉપરોક્ત બનાવ અંગેની પોલીસને જાણ કરતાં પોલીસે આરોપી પિતા-પુત્ર સામે આઈ.પી.સી. કલમ ૩૫૪-એ, ૫૦૪, ૫૦૬-૨, ૫૦૯, ૪૦૬ અને ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે, અને તપાસનો દોર મોરબી સુધી લંબાવ્યો છે.

(જી.એન.એસ.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here