જામનગરમાં અંગત પળોના સીસીટીવી વાયરલ થતા યુવાને આપઘાત કરી લેતા ચકચાર….

0

ચાંદી બજારના બુગદામાં ગત મહીને અંગત પળોની ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ આધેડ પિતાના એકના એક પુત્રનું અંતિમ પગલું

જામનગરમાં પાંચ દિવસ પૂર્વે વાયરલ થયેલ વિડીઓ બાદ વિડીઓમાં દેખાતા યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી છે. યુવાન અને એક યુવતીની અંગત પળોના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ યુવાને આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે. યુવાનને ચાંદી બજારના અમુક વેપારીઓ તરફથી ધાક ધમકીઓ મળતી હોવાની અને પોતાની નોકરી પણ છૂટી ગઈ હોવાથી તેઓએ આ પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ બનાવના પગલે આધેડ પિતાનો એકનો એક આસરો છીનવાઈ જતા ગમગીની છવાઈ ગઈ છે. જામનગરમાં એક યુવાને ઝેરી દવા પી જીવતરનો અંત આણ્યો છે. ચાંદી બજારના અમુક વેપારીઓએ યુવાનના, અન્ય એક યુવતી સાથેના શારીરિક સબંધનો વિડીઓ વાયરલ કરી દેતા…આ બનાવ બન્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. ઘટના બાદ સતત પખવાડિયા સુધી સીસીટીવી ફૂટેઝ વાયરલ કરવાની ધમકી આપતા રહ્યા હોવાનો આક્ષેપ પણ પરિવારજનોએ લગાવ્યો છે. ત્રાસ વધુ થઇ જતા યુવાને અંતે દવા પી લઇ આપઘાત કરી લીધો હોવાનો આક્ષેપ લગાવી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની નાં પાડી હતી. વેપારીઓ સામે ફરિયાદ નોધી ન્યાય આપવામાં આવે તેવી માંગણી મૃતકના પિતરાઈ ભાઈ બરકાતશા સૈયદે કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here