ઓસ્ટ્રેલિયામાં ભારત 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે મેચ રમીને ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ કરશે

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઇજાને કારણે ટી-20 વર્લ્ડકપ 2022ની બહાર થઇ ગયો છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટી-20 સીરિઝમાં વાપસી કરનાર બુમરાહની પસંદગી દક્ષિણ આફ્રિકા ટી-20 સીરિઝ માટે પણ થઇ હતી, પણ પ્રથમ મેચમાં ફિટ ના હોવાને કારણે તે રમી શક્યો નહતો.

બીસીસીઆઇ (BCCI) સચિવ જય શાહે એક નિવેદનમાં જણાવ્યુ કે બુમરાહ આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડકપ ટીમની બહાર થઇ ગયો છે, તેમણે કહ્યુ, બીસીસીઆઇની મેડિકલ ટીમે કન્ફોર્મ કરી દીધુ છે કે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડકપમાં નહી રમી શકે. જાણકારો સાથે ચર્ચા કરી અને વિસ્તૃત આંકલન બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે.

બીસીસીઆઇ હવે જલ્દી ટી-20 વર્લ્ડકપ માટે બુમરાહના રિપ્લેસમેન્ટની જાહેરાત કરશે. બુમરાહ ટી-20 વર્લ્ડકપ 2022ની બહાર થનાર ભારતનો બીજો ખેલાડી છે, આ પહેલા ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા પહેલા જ ટૂર્નામેન્ટની બહાર થઇ ગયો છે.

બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ પહેલા બુમરાહની ઇજાને લઇને પોતાની પ્રતિક્રિયા આપી હતી અને ટી-20 વર્લ્ડકપમાંથી ફાસ્ટ બોલરના બહાર થવાના રિપોર્ટને ફગાવી દીધો હતો. ગાંગુલીએ કહ્યુ હતુ કે, વર્લ્ડકપમાં હજુ ઘણો સમય બાકી છે.

ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહેલા ટી-20 વર્લ્ડકપમાંથી બુમરાહનું બહાર થવુ ભારત માટે એક મોટો ઝટકો છે. ટૂર્નામેન્ટમાં ભારતને પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન વિરૂદ્ધ રમવાની છે. બુમરાહ મેન્સ ટી-20 ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર ત્રીજો બોલર છે. યોર્કરમેન બુમરાહે પોતાની કરિયરમાં 60 ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં 20.22ની એવરેજથી અત્યાર સુધી 70 વિકેટ ઝડપી છે.

T20I વર્લ્ડકપ માટે ભારતીય ક્રિકેટ ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર.અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભૂવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here