અમદાવાદ,
શહેરના શાહીબાગ ખાતે જમીઅત ઊલમા એ હિંદ (શાહીબાગ યુનિટ) તથા હમરાહી ફાઉન્ડેશન દ્વારા અને પ્રથમા બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં ૫૭ બ્લડ યુનિટ ડોનેટ કરવામાં આવ્યું હતું.

આ બ્લડ યુનિટ કેમ્પમાં પ્રો. નિશાર એહમદ અન્સારી, રાહી રાઠોર, સુધીર બુંદેલા, માધુપુરા પોલીસ સ્ટેશનના P. S. I. , તાજ ભાઈ કુરેશી, સઇદ શેખ, શાહબુદ્દીન ભાઇ પઠાણ, નજીર મનસુરી, જહાંગીર કુરેશી, ફિરોજ ખાન ફાઇટર, સીમા શેખ, નિયાઝ ચૌહાણ, નિરવભાઈ હાજર રહ્યા હતા. આ સફળ કાર્યક્રમનું સંચાલન નસીમભાઈ શેખ તથા રિઝવાન આંબલીયાએ કર્યું હતું.