હાલ ઓનલાઈન ફ્રોડના રોજેરોજે કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે સુરત જીલ્લાના કામરેજમાં યુવક પાસે મોબાઈલમાં એપ્લીકેશન ડાઉનલોડ કરાવ્યા બાદ ક્રેડીટ કાર્ડમાંથી ૧.૫૦ લાખ રૂપિયા બેંક અકાઉન્ટમાંથી ઉપડી ગયા હતા જેથી યુવકે સાયબર ક્રાઈમમાં કમ્પ્લેઇન કરી હતી ત્યારે ૬૫ હજાર જમા થઇ ગયા પણ ૮૫ હજાર જમા થયા નહોતા જેથી યુવકે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

સુરત,

કામરેજની સૂર્યદર્શન સોસયટીમાં રહેતા શ્વેતાંકભાઈ મહેશભાઈ પટેલે કામ અર્થે એસબીઆઈ બૅન્કના કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. પરંતુ કસ્ટમર કેરમાં ફોન ન લાગતા તેમણે ગુગલ પર સર્ચ કરતા આ 180041201303 નંબર જોવા મળ્યો હતો અને જેથી ફરિયાદીએ ઉપરોક્ત નંબર પર ફોન કરતા અજાણ્યા ઇસમે ફોન ઉપાડી જણાવ્યું કે અમારા પ્રતિનિધી તમને સામેથી ફોન કરશે. આમ જણાવ્યા બાદ ફરિયાદીના પોતાના મોબાઈલ ઉપર આ નંબર 9556938677 ઉપરથી તા-9/3/2012ના રોજ 11 વાગ્યે ફોન આવ્યો હતો. ફોનમાં સામેના અજાણ્યા ઇસમે ANY DESK REMOTE DESKTOP SOFTWARE ડાઉનલોડ કરવા જણાવ્યું હતું. ફરી આજ એનિડેસ્ક એપ્લિકેશનમાં જઈ રિકવેસ્ટ ઍક્સેપ્ટ કરતા અજાણ્યા આરોપી ઇસમે છ વખત રિકવેસ્ટ ઍક્સેપ્ટ કરવા જણાવ્યું હતું અને ફોન હોલ્ટ પર રાખવા જણાવ્યું હતું. ત્યારે ફરિયાદીએ પોતાના એસબીઆઈ ક્રેડીટ કાર્ડ એકાઉન્ટમાં જોતા છ જેટલા ટ્રાન્ઝેક્શન થતા તેમાંથી 1 લાખ 50 હજાર રૂપિયા ઓનલાઈન ઉપાડી લીધા હોવાનું જણાયું હતું. ત્યારબાદ સાયબર કંમ્પ્લેઇન કરતા 65 હજાર ફરીએ ફરિયાદીના ખાતામાં જમા થઈ ગયા હતા. જ્યારે બાકીના 85 હજાર જમા થયા ન હતા. જેથી અજાણ્યા ઇસમે ઓનલાઇન છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કરતા ફરિયાદીએ પોલિસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here