કેસ્ટર ઓઈલ કે એરંડિયાના થોડા ટીપા તમારા હાથ પર લઈ લો. થોડો સમય તે મસા પર લગાવો. આવું કેટલાંક મહિના સુધી નિયમિત રીતે કરવાથી ધીમે ધીમે મસા મટી જશે.
ચહેરા પર કે ગરદન અને હાથ-પગ પર મસો હોવો એ આજકાલ સામાન્ય વાત થઈ ચૂકી છે. કેટલાંક લોકોમાં આ ચીજ વારસાગત પણ હોય છે. કેટલાંક લોકોને વધારે સમય તાપમાં રહેવાને કારણે મસા થઈ જાય છે. મસા એ ગંભીર સમસ્યા નથી પણ તે ચહેરા પર હોય તો તમારો દેખાવ બગાડી શકે છે.
મસા થવાનું મુખ્ય કારણ
હ્યુમન પેપીલ્લોમા વાયરસ છે. તે પીગમેન્ટ કોશિકાઓનો એક સમૂહ હોય છે જે દેખાવમાં ભૂરા રંગનો હોય છે.
ઘણા ઓછા કિસ્સામાં તે હાનિકારક હોય છે પરંતુ તેને કારણે કેન્સરની પણ શક્યતા રહેલી છે. કેટલાંક લોકો સર્જરી કરાવી તેનાથી છૂટકારો મેળવી લે છે પરંતુ મોટાભાગના લોકો તેની કોઈ ટ્રીટમેન્ટ કરાવવાથી ડરે છે.
કેટલાંક લોકોને મસા વારસામાં મળે છે. આવા મસાને દૂર કરવા મુશ્કેલ થઈ પડે છે કારણ કે આ સમસ્યા જન્મજાત હોય છે. પરંતુ જો તડકા કે કોઈ બીજા પોષકતત્વોની ખામીને કારણે મસા થતા હોય તો આયુર્વેદ અને ઘરેલુ ઉપચારની મદદથી તમે તેનાથી છૂટકારો મેળવી શકો છો.
લસણ પણ મસા હટાવવામાં અકસીર માનવામાં આવે છે. લસણની થોડી કળીને છોલીને પીસી લો. તેને મસા પર એવી રીતે લગાવો કે જેથી તે સંપૂર્ણ રીતે ઢંકાઈ જાય. હવે તેના પર પટ્ટી બાંધી લો જેથી તે તેની જગ્યાએથી ખસે નહિ. થોડા દિવસ નિયમિત આ પ્રયોગ કરવાથી મસા હટવા માંડે છે.
ડુંગળીમાં અનેક એવા તત્વો મળે છે જે મસાને જડ મૂળથી ખતમ કરી શકે છે. તેમાં મળતા એન્ટિ વાયરલ અને એન્ટિ બેક્ટેરિયલ તત્વ મસાને કાપીને તેને ઠીક કરવામાં મદદ કરે છે. આથી કાંદાને મસાવાળી જગ્યાએ નિયમિત ઘસવું જોઈએ. આ માટે પાંદડાને થોડા પાણીમાં પીસીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને દિવસમાં બે વાર મસા પર લગાવો. તમને થોડા જ દિવસમાં ફરક દેખાવા માંડશે. કેસ્ટર ઓઈલ કે એરંડિયાના થોડા ટીપા તમારા હાથ પર લઈ લો. થોડો સમય તે મસા પર લગાવો. આવું કેટલાંક મહિના સુધી નિયમિત રીતે કરવાથી ધીમે ધીમે મસા મટી જશે.
આમ એક સાથે અનેક ઉપાયો તેના છે.