જો તારે બચવું હોય તો દસ લાખ રૂપિયા આપવા પડશે તો જ તને અહીંથી જવા દઈશ

રણજીતસિંહ પાસેથી કોરા કાગળ પર બળજબરીથી આશાબેન સાથે દુષ્કર્મ કર્યું હોવાનું લખાવી દીધું

ગોધરા,

ઉમરેઠ ગામે રહેતા રણજીતસિંહ કનકસિંહ રાવલજી ગોધરા ખાતે આયુર્વેદિક દવાનું વેચાણ કરે છે. તેઓ આયુર્વેદિક દવાઓ ગોધરાના આશાબેન ભરવાડને આપતા હોવાથી પરિચય થતા આશાબેને રણજીતસિંહનો મોબાઈલ નંબર લઈને વાતચીત કરતી હતી. રણજીતસિંહ ગોધરા દવાખાને આવ્યા હતા ત્યારે આશાબેને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા અને થોડીક જ વારમાં આશાબેનનો પતિ કનુભાઈ ભરવાડ આવી જતા રણજીતસિંહને ધક્કો મારીને ઘરના બેડરૂમમાં લઇ જઈ પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી અને રણજીતસિંહ પાસેથી કોરા કાગળ પર બળજબરીથી આશાબેન સાથે દુષ્કર્મ કર્યું હોવાનું લખાવી દીધું હતું.

કનુ ભરવાડે ધમકી આપીને રણજીતસિંહના કપડા અને તેની પત્ની આશાબેનના કપડા ઉતારીને બેડ ઉપર સુવડાવીને ફોટા પાડી દીધા હતા અને ધમકી આપી હતી કે જો તારે બચવું હોય તો દસ લાખ રૂપિયા આપવા પડશે તો જ તને અહીંથી જવા દઈશ નહીતર આ ફોટા વાયરલ કરી દેવા તેવી ધમકી આપી હતી. રણજીતસિંહ રાવજીએ ગોધરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે મારી સાથે હનીટ્રેપ (Honey Trap) થયું છે. પોલીસે હનીટ્રેપ કરનાર મહિલા તથા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી અગાઉ તેણે કેટલા ઈસમો સાથે આ કાર્ય કર્યું છે તેની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here