તમે આ નેચરલ ડાઇ વાળમાં લગાવશો તો વાળ કાળા થશે અને સાથે ડ્રાયનેસ પણ દૂર થશે. જાણો આ ડાઇ બનાવવા માટે શું જોઇશે.

સફેદ વાળને કાળા કરવા માટે બજારમાં અનેક જાતની ડાઇ મળે છે. પરંતુ આ ડાઇમાં અનેક લોકોની ફરિયાદ હોય છે કે, એનાથી વાળ રફ થઇ જાય છે અને ખંજવાળ પણ આવે છે. આમ, બહાર મળતી ડાઇની અસર લાંબા સમય સુધી રહેતી નથી. પરંતુ જો તમે ઘરે પાકૃતિક ડાઇ બનાવો છો તો તમારા વાળ નેચરલી રીતે બ્લેક થાય છે અને સાથે કોઇ નુકસાન પણ થતુ નથી. તો જાણી લો તમે પણ હોમ મેડ ડાઇ ઘરે કેવી રીતે બનાવશો.

જાણો આ માટે શું જોઇશે

નારિયેળ તેલ

એક પાઉચ કોફી પાઉડર

બેથી ત્રણ ચમચી એલોવેરા જેલ

ડાઇ બનાવવાની રીત

  • આ ડાઇ બનાવવા માટે સૌ પ્રથમ તમારા વાળની લેન્થ પ્રમાણે નારિયેળ તેલ લો અને એમાં એલોવેરા જેલ અને કોફી પાઉડર મિક્સ કરી લો. ત્યારબાદ એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મુકો.
  • પાણી ગરમ થાય એટલે એમાં નારિયેળ તેલમાંથી બનાવેલી પેસ્ટ એડ કરી દો.
  • તો તૈયાર છે આ નેચરલ ડાઇ.

જાણો કેવી રીતે કરશો ઉપયોગ

  • આ ડાઇ લગાવવા માટે સૌ પ્રથમ વાળમાં કાંસકો ફેરવીને ગુંચ કાઢી લો.
  • ત્યારબાદ વાળમાં આ ડાઇ લગાવો.
  • તમારે જ્યાં સફેદ વાળ વધારે છે ત્યાં આ ડાઇ વધુ લગાવો.
  • ત્યારબાદ અડધો કલાક રહીને માઇલ્ડ શેમ્પુથી હેર વોશ કરી લો.
  • તમે ઇચ્છો તો આ ડાઇને ઓવરનાઇટ પણ લગાવી શકો છો.
  • વાળમાં શેમ્પુ કર્યા પછી કન્ડિશનર કરી લો.
  • હેર વોશ તમારે બહુ ગરમ પાણીથી કરવાના નથી.
  • જો તમે આ ડાઇ 15 દિવસમાં એકથી બે વાર લગાવો છો તો તમારા વાળ નેચરલી રીતે બ્લેક થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here