ગૃહ રાજ્યમંત્રીએ આપઘાત કરવા જઈ રહેલી એક યુવતીને સમજાવી બચાવી

0

હર્ષ સંઘવીએ લોકોની ભીડ જાેઈને પોતાનો કાફલો અટકાવ્યો

સુરત,

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી રસ્તા પર કોઈ કારણસર લોકોની ભીડ જાેઈને પોતાનો કાફલો અટકાવી દેતા હોય તેવી ઘટના સુરતમાં બની છે. શહેરના પાલ-ઉમરા બ્રિજ પર આ ઘટના બની હતી. આપઘાત કરવા જઈ રહેલી યુવતીને લોકોએ બચાવી લીધા બાદ ભારે ભીડ જાેઈને હર્ષ સંઘવીએ કાફલો અટકાવી દીધો હતો અને યુવતીને ૫ મિનિટ સુધી સમજાવી હતી.

સુરતના અલગ-અલગ કાર્યક્રમમાં હાજરી આપવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત આવ્યા હતા ત્યારે મોડી રાત્રે પોતાના નિવાસ સ્થાનેથી અડાજણ વિસ્તારના એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. દરમિયાન પાલ-ઉમરા બ્રિજ પર એક યુવતી આપઘાત કરવા પહોંચી હતી. જાેકે યુવતી સાથે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને યુવતીને આપઘાત કરતાં બચાવી લીધી હતી. દરમિયાન ગૃહ રાજ્યમંત્રી પસાર થતા પોતાનો કાફલો અટકાવી તાત્કાલિક આ યુવતી પાસે પહોંચી ગયા હતા અને યુવતી આપઘાત કરવા ત્યાં આવી છે તેને લઈને તેની પૂછપરછ બાદ તેને સમજાવી હતી. હર્ષ સંઘવીએ યુવતીને સમજાવી આપઘાત ન કરવા માટે સમજાવી હતી. આખરે આ યુવતીને પોલીસ સાથે મોકલી તેની ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરાવી હતી. અગાઉ ગૃહમંત્રી બન્યા તે સમયે પણ સુરતના સરદાર બ્રિજ પરથી કોઈ વ્યક્તિ આપઘાત માટેનો પ્રયાસ કર્યો હતો ત્યારે પણ ગૃહમંત્રીએ પોતાનો કાફલો રોકાવી યુવકનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આજે યુવતીને સમજાવી ઘરે મોકલવામાં સફળ રહ્યા હતા. હર્ષ સંઘવીએ પોતે ગુજરાતના એક જવાબદાર ગૃહમંત્રી હોવાની ફરજ નિભાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here