ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)એ કહ્યું છે કે, ક્રોમ અને મોઝિલામાં રહેલી ખામીઓને કારણે યૂઝર્સના ખાનગી ડેટા હેકર્સ સુધી પહોંચી શકે છે.

સરકારે ગૂગલ ક્રોમ અને મોઝિલા બ્રાઉઝરના યૂઝર્સ માટે એક ચેતવણી જારી કરી છે. ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)એ કહ્યું છે કે, ક્રોમ અને મોઝિલામાં રહેલી ખામીઓને કારણે યૂઝર્સના ખાનગી ડેટા હેકર્સ સુધી પહોંચી શકે છે. આ પ્રકારના બગને કારણે તમામ પ્રકારની સિક્યોરિટીને પણ બાયપાસ કરી શકાય છે. CERT-In અનુસાર 96.0.4664.209થી પહેલાના ક્રોમ બ્રાઉઝરના વર્ઝનમાં અનેક પ્રકારના બગ્સ છે જેનો હેકર્સ ફાયદો ઉઠાવી શકે છે. આ બગ્સની ઓળખ ગૂગલે CVE-2021-43527, CVE-2022-1489, CVE-2022-1633, CVE-202-1636, CVE-2022-1859, CVE-2022-1867 તેમજ CVE-2022-23308 તરીકે કરી છે.

તમારા ડેટાને હેકર્સથી બચાવવા માટે એજન્સીએ યૂઝર્સને પોતાના Mozilla Firefox તેમજ Chrome Browserને તાત્કાલિક અપડેટ કરવાનું કહ્યું છે. Mozilla Firefox iOSના 101થી પહેલાના વર્ઝનમાં પણ અનેક બગ્સ જોવા મળ્યા છે. Mozillaના આ નવા બગ્સને ફિક્સ કરવા માટે એક નવી અપડેટ જારી કરવામાં આવી છે. કંપનીએ યૂઝર્સને Mozilla Firefox iOS 101, Mozilla Firefox Thunderbird version 91.10, Mozilla Firefox ESR version 91.10 તથા Mozilla Firefox version 101ને ડાઉનલોડ કરવાનું કહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here