“મેન્ટર એન્ડ મેસ્કોટ ઇન્ડિયન ફિલ્મ ફેડરેશન” આયોજિત ગુજરાતી એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીને બિરદાવતો કાર્યક્રમ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૨

  • અમદાવાદ,
  • છેલ્લા થોડા વર્ષોમાં આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ જ નહીં, શોર્ટ ફિલ્મ, ટેલિવિઝન, ઓટીટી પ્લેટફોર્મ હોય કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રી (આલ્બમ), મનોરંજનના દરેક ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે કાઠું કાઢ્યું છે. છેલ્લા થોડા વરસો દરમિયાન હેલ્લારો, રેવા, ચાલ જીવી લઇએ, છેલ્લો દિવસ, 21મું ટિફિન, ધુઆંધાર જેવી ફિલ્મોએ ધૂમ મચાવી.
  • માત્ર ગુજરાતના જ નહીં, દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓ આ બધી ફિલ્મોના નામથી અજાણ્યા નથી.
  • હવે નેશનલ એવોર્ડ હોય કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ગુજરાતી ફિલ્મ, શોર્ટ ફિલ્મનું નામ જોવા મળે છે. જો ગુજરાતી મનોરંજન જગત આટલી પ્રગતિ કરી રહ્યું હોય તો એને બિરદાવવામાં પણ આપણે કોઈ કસર છોડવી ન જોઈએ.
  • આ વાતને ધ્યાનમાં રાખી સાંસદ શ્રી મનોજ તિવારી જી જેના મેન્ટર છે, તેવા મેન્ટર એન્ડ માસ્કોટ ઇન્ડિયન ફિલ્મ ફેડરેશન દ્વારા ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૨નું ભવ્ય આયોજન આગામી તા.૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ અમદાવાદ ખાતે કરવામાં આવનાર છે.

મેન્ટર એન્ડ મેસ્કોટ ઇન્ડિયન ફિલ્મ ફેડરેશન વિશે…

ભારતીય સંસ્કૃતિનો ફેલાવો વિશ્વભરમાં થાય, એ સાથે દેશની તમામ ભાષાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો વેપાર વધારવાના ઉદ્દેશથી મેન્ગો ડીજી ટીવીના સ્થાપક ચેરમેન શ્રી જિતેન્દ્ર પરાશર અને મેન્ગો ડીજી ટીવીનાં મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતિ વાણી શર્માએ મેન્ટર એન્ડ મેસ્કોટ ઇન્ડિયન ફિલ્મ ફેડરેશન (નવી દિલ્હી)ની સ્થાપના કરી છે.
મેન્ટર એન્ડ મેસ્કોટ ઇન્ડિયન ફિલ્મ ફેડરેશનના ગુજરાત રાજ્યના પ્રેસિડન્ટ અને હિન્દી-ગુજરાતી ફિલ્મોના જાણીતા સર્જક જીતેન પરીખ એ વધુ વિગતો આપતા જણાવ્યું છે કે, ફેડરેશનના ચીફ પેટ્રન તરીકે દિલ્હીના સંસદસભ્ય શ્રી મનોજ તિવારીની નિમણૂંક કરવામાં આવી છે.

આ ઉપરાંત અન્ય સન્માનનીય સભ્યોમાં પદ્મશ્રી અનુપ જલોટા, બૉલિવુડ સ્ટાર સોનુ સૂદ, પૂર્વ કેન્દ્રિય પ્રધાન અને પ્રેસિડન્ટ એસ. કૃષ્ણકુમાર, કવિ અને લેખક પદ્મશ્રી કુમાર વિશ્વાસ, નોયડા ફિલ્મસિટીના સ્થાપક ડૉ. સંદીપ મારવાહ, નીતિ આયોગનાં ચેરપર્સન બિન્દુ દાલમિયા, બ્રાઇટ આઉટડૉરના યોગેશ લાખાણી, વૉલ્ટ ડિઝની ઇન્ડિયાના અસોસિયેટ ડિરેક્ટર પ્રવીણ ત્રિખા, મુનીસ વત્સ (જનરલ સેક્રેટરી), સીબીએફસીનાં જ્યુરી અને સલાહકાર રોચિકા અગરવાલ, બિકાનેરવાલાના ડિરેક્ટર નવરતન અગરવાલ, બિઝનેસ હેડ શ્યામલી રાઠોડ, ન્યૂઝ-24ના એન્કર વિપનેશ માથુર જેવા વિખ્યાત મહાનુભાવોની સેવાઓ લેવામાં આવી રહી છે.

MMIFF આયોજિત “ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૨”માં એન્ટ્રી મોકલવા માટેની કેટેગરી

🔅શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ, 🔅ટીવી સીરિયલ, 🔅ગુજરાતી આલ્બમ, 🔅વેબ સિરીઝ, 🔅શોર્ટ ફિલ્મ
આ ઉપરાંત સેલ્ફી વિડિયોના નિર્માતા – દિગ્દર્શકને ટ્રોફી અર્પણ કરી સન્માનવામાં આવશે.
ઉપરાંત ભાગ લેનાર તમામ તમામને ખાસ સર્ટિફિકેટ આપી બિરદાવવામાં આવશે.

🔅 ખાસ નોંધ: ભાગ લેવા તથા એન્ટ્રી મોકલવા માટે કોઈ પ્રકારની ફી રાખવામાં આવી નથી.
🔅શ્રેષ્ઠ ફિલ્મ, ટી વી શો, વેબ સિરીઝ, આલ્બમ, શોર્ટ ફિલ્મની પસંદગી માટે જે તે ક્ષેત્રની દિગ્ગજ વ્યક્તિ જજ તરીકેની જવાબદારી સંભાળશે.

જે કોઈ પણ ફેસ્ટિવલ એન્ટ્રી મોકલવા માંગતો હોય તેઓએ 25 જાન્યુઆરી 2022 સુધીમાં તેમની ઓનલાઈન રજીસ્ટ્રેસન એન્ટ્રી www.mmiff.in પર મોકલાવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here