Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ગુજરાતમાં વધ્યો કોરોના એરબોન વાયરસ, બાળકોને ઘરમાં જ રાખો : ડો. મોના દેસાઈ

અમદાવાદ
રાજ્યમાં કોરોનાનો ફેલાવો દિન-પ્રતિદિન વધી રહ્યો છે અને દર્દીઓની સંખ્યા ત્રણ ગણી થઇ છે. કોરોનાની બીજી લહેરમાં હવે બાળકો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. કોરોના સંક્રમણથી બચવા બાળકોને હજી સુધી રસી આપવા અંગે ર્નિણય લેવાયો નથી. ત્યારે તેમને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે ઘરમાં લોક કરવા જરૂરી હોવાનું બાળરોગનાં નિષ્ણાત માની રહ્યાં છે. ઘરમાં બાળકોની સાચવણી કરવી જાેઈએ અને ઘરની બહાર જનારાં પરિવારજનોથી દૂર રાખવાં જાેઈએ, જેને કારણે તેમને સંક્રમણથી બચાવી શકાય.
બાળરોગનાં નિષ્ણાત ડો. મોનાબેન દેસાઈએ જીએનએસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાની પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ગંભીર છે; ત્યારે બાળકોને કોરોના ન થાય એના માટે તેમને ઘરમાં જ રાખવાં એ એક માત્ર ઉપાય છે. બાળકોની સાચવણી તેમનાં માતા-પિતાની જવાબદારી છે, જેને કારણે તેમણે આ સમજી બાળકને ક્યાંય બહાર લઈને નીકળવું જાેઈએ નહીં. કેટલાંક બાળકોને માતા-પિતા સોસાયટીમાં કે ફ્લેટમાં નીચે રમવા માટે મોકલી આપે છે, જે ખૂબ જ જાેખમકારક છે, કારણ કે અત્યારે એરબોન વાયરસ છે, એટલે કે હવામાં વાયરસ ફેલાઇ ગયો છે, જેથી ક્યાંય કોઈ છીંક ખાય તો તેનો એ વાયરસ ત્યાં હોય તો એનો ખ્યાલ ન આવે. ઘરના લોકોએ પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે અત્યારે લોકડાઉન નથી, જેને કારણે લોકો બહાર આવતા-જતા હોય છે, જેનાથી પણ સંક્રમિત થઈ શકે છે. બહારથી આવીને તરત હાથ ધોવા, નાહી લેવું તેમજ કપડાં અલગ તારવી દેવાં જરૂરી છે.
બાળકોને ઘરમાં જ રાખવાં અત્યારે એકમાત્ર વિકલ્પ છે. જે બાળક માસ્ક પહેરે છે તેને પહેરાવી રાખવું જાેઈએ, જેથી સંક્રમણથી બચી શકે અને ખાસ કરીને ફ્લેટ કે સોસાયટીમાં રમવા ન મોકલવાં જાેઈએ. ઘરમાં ઇન્ડોર એક્ટિવિટી કરાવવી જાેઈએ, જેને કારણે બાળકો ઘરમાં બેસી રહે. માતા-પિતાએ પણ બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું જાેઈએ. શોપિંગ કરવા કે કોઈના ઘરે બાળકને લઈને જવા અત્યારે હિતાવહ નથી, જેથી બાળકોનું ખાસ ધ્યાન રાખવું જાેઈએ.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *