ગુજરાતમાં નશાનો કારોબાર ચલાવતા ઓડિશાના ડ્રગ્સમાફિયા સામે ગુજરાત પોલીસની કાર્યવાહી

0

સુરત,

ગુજરાતના યુવાનોને નશાના રવાડે ચડાવવાના કાવતરાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ઓડિશામાં રહીને ગુજરાતમાં નશાનો કારોબાર ચલાવતા ડ્રગ્સમાફિયા પર ગુજરાત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઓડિશાના ગંજામમાં ડ્રગ્સ માફિયા પર ગુજરાત પોલીસે સકંજાે કસ્યો છે. ગાંજાના મુખ્ય સપ્લાયર અનિલ પાંદી સામે કાર્યવાહી કરીને ગંજામમાં આવેલો તેનો આલીશાન બંગલો સીઝ કરી દીધો છે. અનિલ પાંદીનો ભાઇ સુનીલ હાલ સાબરમતી જેલમાં બંધ છે.

સુરત ક્રાઇમ બ્રાન્ચે એસટીએફ સાથે મળીને મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ઓડિશામાં પાંદી ઉપરાંત અન્ય એક ડ્રગ-સ્મગલરની સંપત્તિ પણ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે. અનિલ પાંદી ગુજરાતમાં ડ્રગ્સની દાણચોરીના ૧૧ કેસમાં વોન્ટેડ છે. એમાંથી સાત કેસ સુરતમાં છે, જેમાં વરાછા પોલીસ સ્ટેશનમાં બે કેસ, સુરત રેલવે પોલીસ સ્ટેશન (જીઆરપી) દ્વારા બે કેસ અને લિંબાયત, કતારગામ અને પલાસણા પોલીસ સ્ટેશનમાં એક-એક કેસનો સમાવેશ થાય છે. અમદાવાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં બે એનડીપીએસ, ગ્રામ્ય રાજકોટના કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં એક અને જૂનાગઢના બિલખા પોલીસ સ્ટેશનમાં વધુ એક કેસ દાખલ છે. અનિલ પાંદી પર ૩.૧.૭૩ કરોડની કિંમતના ૨,૧૨૭.૫૬ કિગ્રા (૨૧ ટન) વજનના ગાંજાની દાણચોરીનો આરોપ છે. અનિલ પાંદી બંને રાજ્યમાં ડ્રગ્સની દાણચોરી, ખાસ કરીને ગાંજાના અનેક આરોપોમાં વોન્ટેડ છે. પોલીસે ઓડિશામાં અધિકારીઓ સાથે વાત કરી હતી. જેમણે અમને એનડીપીએસ એક્ટ હેઠળ તેમની મિલકતો પર કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

શહેરમાં “નો ડ્રગ્સ” હેઠળ કામગીરી ચાલી છે. યુવાધનને નશાના કારોબારમાં જતો અટકાવવા માટે કામગીરી ચાલી છે, જે યથાવત્‌ રાખવામાં આવશે. આ કાર્યવાહીથી ગુનેગારોને આર્થિક રીતે ભાંગી નાખવામાં આવશે. સુનીલ અને અનિલ પાંદી સુરતમાં ચાર કેસ અને આખા ગુજરાતમાં ૧૧ કેસમાં વેન્ટેડ હતા. સુનીલને માર્ચ ૨૦૨૧માં પકડવામાં આવ્યો હતો તે અત્યારે સાબરમતી જેલમાં છે. ઓડિશામાં બંને ભાઇઓની ગંજામમાં આવેલી ૨.૫ કરોડની મિલકત સીઝ કરાઈ છે અને તેમના એકાઉન્ટમાં પડેલા ૨૬ લાખ રૂપિયા પણ સીઝ કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here