(અબરાર અલ્વી)

ગાંધીનગર,તા.24

સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે હોસ્પિટલોમાં બેડ ખુટી પડ્યા છે આવા કપરા સમયમાં ધાર્મિક સંસ્થાઓ પણ મદદ માટે આગળ આવી છે. સેક્ટર 21 માં આવેલી મસ્જિદ કમ્પાઉન્ડમાં આવેલ મલ્ટી પરપઝ હોલ અને સેકટર 29 મસ્જિદના પાર્કિંગમાં કોવિડ સેન્ટર ઉભું કરવા “બયતુલમાલ” નામની મુસ્લિમ સંસ્થાએ તૈયારી બતાવી છે કોવિડની મહામારીમાં ગાંધીનગરની જનતાને મદદરૂપ થવા “બયતુલમાલ” નામની મુસ્લિમ સંસ્થાએ મુખ્યમંત્રીને પત્ર લખીને મસ્જિદના હોલને કોવિડ વોર્ડ તરીકે આપવા તૈયારી બતાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here