રાજકોટ,
મનપાની ફૂડ શાખાએ ફરસાણ બનાવતા એકમો પર ચેકિંગ હાથ ધર્યું છે જેમાં ૫ એકમમાંથી ચકાસણી કરતા ફરસાણ બનાવવા માટે કપડાં ધોવાના વોશિંગ પાઉડરનો ઉપયોગ જાેવા મળ્યો હતો.

શહેરમાં આવેલી ૫ પેઢી જેમાં (૧)-વીર બાલાજી ફરસાણ, પેડક રોડ, (૨)-ભગવતી ફરસાણ સ્વીટ માર્ટ, ગોવિંદબાગ શાકમાર્કેટ, (૩)-ચામુંડા ફરસાણ, ગોવિંદબાગ શાક માર્કેટ રોડ, (૪)-ભારત સ્વીટ માર્ટ, દિગ્વિજય રોડ અને (૫) સ્વામિનારાયણ ફરસાણ, લક્ષ્મીવાડી મેઈન રોડ પેઢી પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ પાંચ પેઢીમાંથી ત્રણમાં વોશિંગ સોડા ૨૫ કિલો ઉપરાંત અલગ અલગ સ્થળેથી પાપડી ૮ કિલો, સક્કરપારા ૨ કિલો, પેંડા ૪ કિલો, મોહનથાળ ૧૦ કિલો, મોતીચુર લાડુ ૩ કિલો, તીખી પાપડી ૨૦ કિલો, તીખા ગાંઠીયા ૨૨ કિલો, સૂકી કચોરી ૪ કિલો, સમોસા ૨૧ કિલો, તીખુ ચવાણું ૮ કિલો જેવા અખાદ્ય ફરસાણ મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

ખાવાના સોડા કરતા વોશિંગ પાઉડર સસ્તો હોવાથી અને વેપારીઓ દ્વારા વધુ નફો કમાવવાની લાલચે ગાંઠિયામાં ખાવાના સોડાના બદલે વોશિંગ પાઉડરનો ઉપયોગ કરી સામાન્ય નાગરિકના આરોગ્ય સામે ચેડાં કરવામાં આવી રહ્યા હતા. આ ગાંઠિયા ખાવાથી લોકોના આંતરડા અને હોજરીમાં નુકસાન થાય છે. ફરાળી પેટીસમાં રાજગરાનો લોટ વપરાય છે. જાેકે તેનો ભાવ ૧૩૦ રૂપિયા કિલોની આસપાસ છે. જ્યારે મકાઈના લોટનો ભાવ ૩૦થી ૪૦ રૂપિયા હોય છે. જેથી નફાખોર વેપારીઓ મકાઈનો જ લોટ વાપરી રહ્યા છે. ફૂડ શાખાએ કોઠારિયા મેઈન રોડ પરની શ્યામ ડેરીમાંથી મીના ન્યુટ્રાલાઈટ ટેબલ માર્ગેરીનના નમૂના લીધા હતા જેમાં ધારાધોરણ મુજબ ગુણવત્તા ન નીકળતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here