Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ખાનગી કાર કે બાઈક પર પોલીસ કે અન્ય લખાણ લખી નહીં શકાય

આજથી એટલે કે ૨૭ માર્ચથી પોલીસ કર્મચારી અને અધિકારીઓ માટે વધુ એક ડ્રાઈવ શરુ કરવામાં આવી

અમદાવાદ,તા.૨૭

અત્યાર સુધી ટ્રાફિક નિયમોનું પાલન ન કરવા બદલ માત્ર જાહેર જનતા કાયદાના સકંજામાં આવતી હતી અને તેમને દંડ ફટકારવામાં આવતો હતો. જાે કે હવે ટ્રાફિકના નિયમો તોડવા બદલ પોલીસ કર્મીઓએ પણ દંડ ભરવો પડશે. ૨૬ માર્ચથી પોલીસ કર્મચારીઓ માટે શરુ થયેલી આ ડ્રાઈવ ૧ એપ્રિલ સુધી ચાલશે. એટલુ જ નહીં આજથી એટલે કે ૨૭ માર્ચથી પોલીસ કર્મચારી અને અધિકારીઓ માટે વધુ એક ડ્રાઈવ શરુ કરવામાં આવી છે. જે મુજબ ખાનગી કાર કે બાઈક પર પોલીસ કે અન્ય કોઈ લખાણ લખી નહીં શકાય. જાે તેવુ જણાશે તો દંડ ફટકારવામાં આવશે. તેમજ પોલીસની કારમાંથી બ્લેક ફિલ્મો દૂર કરવામાં આવશે. હેલ્મેટ વગર વાહન ચલાવનારા અને ટ્રાફિક નિયમો તોડતા પોલીસકર્મીઓને પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

શનિવારથી ૧ એપ્રિલ સુધી નિયમો તોડતા પોલીસકર્મીઓને દંડ ફટકારવા અમદાવાદ પોલીસ કમિશનરે આદેશ આપ્યો છે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના ધ્યાનમાં આવ્યું હતું કે “પોલીસકર્મીઓ જ ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે. ” સાત દિવસ સુધી ચાલનારી આ ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત હેલ્મેટ પહેર્યા વગર આવતા-જતા પોલીસ કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે. પોલીસ કચેરી અને પોલીસ સ્ટેશનમાં આવતા પોલીસ કર્મચારીઓ હેલમેટ વગર આવશે તો તેઓની પાસેથી પણ દંડ લેવામાં આવશે. આજથી પોલીસ માટે હેલ્મેટ બાદ વધુ એક ડ્રાઈવ યોજાશે. પોલીસ કર્મચારી અને અધિકારીઓ ખાનગી કાર કે બાઈક પર પોલીસ કે અન્ય કોઈ લખાણ લખી શકશે નહીં. પોલીસની કારમાંથી બ્લેક ફિલ્મો પણ દૂર કરવામાં આવશે. સાથે જ પોલીસના વાહન પર કોઈ લખાણ હશે તો તેને દંડ કરવામાં આવશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *