રામનવમીના દિવસે ખંભાત, હિંમતનગર, દ્વારકામાં રામનવમીએ નીકળેલી શોભાયાત્રા દરમિયાન હિંસા થઇ હતી.

ખંભાતમાં રામનવમીએ શોભાયાત્રા પર પથ્થરમારા બાદ હિંસા ફેલાઇ હતી. હવે ખંભાતમાં હિંસાના આરોપીઓની સંપત્તિ પર બુલડોઝર ફેરવવામાં આવ્યુ છે. તંત્રએ હિંસાની જગ્યાએ આવેલી દુકાનો તોડી નાખી છે. રામનવમી પર ખંભાતમાં હિંસામાં એક વ્યક્તિનું મોત થયુ હતુ. 

ખંભાતમાં દરગાહ સામે આવેલી દુકાનોને પોલીસે બુલડોઝર ફેરવીને તોડી નાખી છે. આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત હતુ. આ સિવાય એસડીએમ સહિત તમામ મોટા અધિકારી પણ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. અધિકારીઓનું કહેવુ છે કે આ સંપત્તિ ગેરકાયદેસર હતી અને અહી ગુનાહિત ગતિવિધિઓ થઇ રહી હતી, જેને કારણે એક્શન લેવામાં આવી છે.

ખંભાતમાં રામનવમીના દિવસે નીકળેલી શોભાયાત્રામાં કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન વિવાદ થતા ઉપદ્રવીઓએ ગાડી અને કેટલીક દુકાનોમાં આગ લગાવી દીધી હતી. પોલીસનું કહેવુ છે કે ખંભાતમાં હિંસાનું ષડયંત્ર પહેલાથી રચવામાં આવ્યુ હતુ. આ ષડયંત્ર રચવાના આરોપમાં પોલીસે 11 લોકોની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યુ કે ખંભાતમાં 1 મોલવી અને તેના બે સહાયક મોલવીઓએ પહેલાથી હિંસા ભડકાવવાનું ષડયંત્ર રચ્યુ હતુ.  મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં રામનવમીના દિવસે ખંભાત, હિંમતનગર, દ્વારકામાં રામનવમીએ નીકળેલી શોભાયાત્રા દરમિયાન હિંસા થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here