કોરોના રસીથી મા-બાપ બનવાની ક્ષમતા ગુમાવી બેસવાની વાત ખોટી : PIB

0

ન્યુ દિલ્હી
દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર હવે ધીમી પડી રહી છે. દેશમાં વિતેલા ૨૪ કલાકમાં ૧૯૬૪૨૭ નવા કેસ આવ્યા, જે ૧૩ એપ્રિલ ૨૦૨૧ બાદ સૌથી ઓછા છે. પરંતુ તેમ છતાં રાહત આપતા સમાચાર નથી કારણ કે દેશમાં હજુ પણ રોજના મોતના આંકડા ૩૫૦૦થી વધારે આવી રહ્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી ૩,૦૭,૨૩૧ લોકોના મોત થયા છે.
દેશમાં બીજી લહેરના કહેરનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે બીજી લહેરમાં દોઢ લાખ લોકોના મોત થયા છે. ફેબ્રુઆરી ૨૦૨૧ના બીજા સપ્તાહથી કોરોનાના કેસ વધવા લાગ્યા હતા. ત્યારે દેશમાં કોરોનાના દરરોજના નવા કેસ ૧૦૦૦૦ આસપાસ આવી રહ્યા હતા. પરંતુ બાદમાં નવા કેસ એટલી ઝડપથી વધ્યા કે માર્ચ ૨૦૨૧ બાદ દેશમાં ૧.૪ લાખ લોકોના મોત થયા અને નવા કેસની સંખ્યા ૪ લાખને પાર કરી ગઈ હતી. આ દરમિયાન મોદી સરકારે રસીકરણ પર ભાર મુક્યો છે.
સોશિયલ મીડિયા પર એક બોગસ મેસેજ વાયરલ થયો છે. જેમાં કોરોના વેક્સીન મહિલાઓ તથા પુરુષોમાં સંતાનહીનતાનું કારણ બની શકતી હોવાનું જણાવાયું છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્‌વિટ કરીને લખ્યું, વેક્સીન સંપૂર્ણ સુરક્ષિત છે અને તેનાથી સંતાનહીનતાનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જાેડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટિ્‌વટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્‌સએપ નંબર ૯૧૮૭૯૯૭૧૧૨૫૯ પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here